વધતી ઉંમરે સેક્સ માણવાથી થાય છે અધધધ ફાયદા - Sandesh
NIFTY 10,480.60 +21.95  |  SENSEX 34,192.65 +91.52  |  USD 65.2025 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • વધતી ઉંમરે સેક્સ માણવાથી થાય છે અધધધ ફાયદા

વધતી ઉંમરે સેક્સ માણવાથી થાય છે અધધધ ફાયદા

 | 3:30 pm IST

વિવાહિત જીવનમાં સેક્સ એકબીજાને આનંદ અને લાગણીની હૂંફ આપે છે. એટલે જ સુખી દાંપત્યજીવન માટે શારીરિક સંબંધોને મહત્વના ગણવામાં આવે છે. જો કે સંબંધ બનાવવાથી માત્ર લવ લાઈફ સારી રહે છે તેવું નથી. સેક્સ કરવાથી શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે. આ વાત જાણીને આશ્ચર્ય તો જરૂરથી થશે પરંતુ આ વાત હકીકત છે તે જે લોકોનું જાતિય જીવન સારું હોય છે તેમનાથી અનેક બીમારીઓ દૂર રહે છે. કઈ કઈ છે આ બીમારીઓ આજે જાણી લો તમે પણ.

માનસિક તાણ દૂર થાય છે
દિમાગને ફ્રેશ અને તણાવથી દૂર રાખવા માટે નિયમિત સેક્સ એક સારો ઉપાય છે. સેક્સનો સમય ફેરોમોસ નામનું રસાયણ શરીરમાં એક પ્રકારની ગંધ ઉત્પન્ન કરે છે, જેને તમે સેક્સ પરફ્યુમ પણ કહી શકો છો. આ સેક્સ પરફ્યુમ દિલ અને મગજને અસાધારણ સુખ અને શાંતિ આપે છે. સેક્સ હૃદય રોગ, માનસિક તણાવ, બ્લડપ્રેશર અને હાર્ટએટેકને દૂર રાખે છે. સેક્સથી દૂર ભાગનારા આ રોગોથી વધુ પીડાતા રહે છે.

પ્રોસ્ટેટ કેન્સર
જો સેક્સનું પ્રમાણ ઓછું હોય તો શરીરમાં નબળાઈ આવી શકે છે. એક સંશોધનમાં તો સાબિત થયું છે કે રોજ સેક્સ કરનારને પ્રોસ્ટેટ કેન્સર થવાની સંભાવનાઓ ઘટી જાય છે.

વજન ઘટે છે
સેક્સથી શારીરિક ઊર્જા ખર્ચ થાય છે, જેનાથી ચરબી ઘટે છે, એક વારની સેક્સ પ્રક્રિયાથી 500થી 1000 કેલોરી ઉર્જા ખર્ચ થાય છે. સેક્સના સમયે લેવાયેલુ ચુંબન પણ જાડાપણું દૂર કરવામાં મદદરૂપ છે. વિશેષજ્ઞોના મુજબ સેક્સના સમયે લેવાયેલ એક ચુંબનથી લગભગ 9 કેલોઈ ઉર્જા વપરાય છે. આ રીતે 390 વાર કિસ કરવાથી 1/2 કિલો વજન ઘટી શકે છે.

ક્રોધનું પ્રમાણ ઘટે છે
આજકાલની લાઈફસ્ટાઈલમાં કપલ એકબીજા માટે ટાઈમ ફાળવી શકતા નથી. તેના કારણે તેમની વચ્ચે શારીરિક સંબંધ બાંધવાનું પ્રમાણ ઘટે છે અને પરીણામે તાણ અને ક્રોધનું પ્રમાણ વધે છે. જો કપલ તેમની ઈચ્છાઓ ન મારે અને સેક્સની મજા માણે તો ક્રોધનું પ્રમાણ ઘટી શકે છે.

યુવાની જળવાઈ રહે છે
વધતી ઉંમરને અટકાવી નથી શકાતી પરંતુ શરીરને હંમેશા યુવાન રાખી શકાય છે. સેક્સ કરવાથી વ્યક્તિ રીલેક્ષ થઈ જાય છે અને શરીર સ્ટ્રેસ ફ્રી રહે છે અને સ્કીન પર ગ્લો આવે છે. તેના કારણે યુવાની લાંબો સમય સુધી ટકી રહે છે.