NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • સેક્સની મજા માણવાથી સ્ત્રીઓને થાય છે એક નહિં પણ અનેક ફાયદાઓ

સેક્સની મજા માણવાથી સ્ત્રીઓને થાય છે એક નહિં પણ અનેક ફાયદાઓ

 | 3:30 pm IST

સેક્સ આપણા જીવનમાં શારિરીક અને માનસિક રીતે ઉપયોગી છે તે આપણને ઘણાં સંશોધનોમાં જણાવ્યું છે. સેક્સ દરમિયાન થતાં સ્નાયુઓના સંકોચન-આકુંચન, જાંઘ, નિતંબ, પેડુ, થોરેક્સ અને ડોક વગેરેને કસરત આપીને મજબૂત બનાવે છે. સેક્સ કેટલાંક એવા મહત્ત્વના હોર્મોન્સના સ્ત્રાવોને વધારે છે જે સ્નાયુઓ અને હાડકાંને મજબૂતી બક્ષે છે. સેક્સ હૃદયરોગનું જોખમ ઘટાડે છે. ર્કાડિયો-વાસ્ક્યુલર હેલ્થ પર સંશોધન કરનારા વૈજ્ઞાનિકોએ આ તારણ કાઢયું છે. તેઓના મતે નિયમિત રીતે સેક્સની પ્રવૃત્તિ કરનારા લોકોમાં હાર્ટ-એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે. આમ થવાનું કારણ કસરત અને કેટલાંક હોમોન્સના સ્ત્રાવ છે. સેક્સ એ તાણને દૂર કરીને આનંદ અને હળવાશની લાગણીનો અનુભવ કરાવે છે.

સેક્સ શરીરના કેટલાંક દુખાવામાં રાહત આપે છે. માસિક-ધર્મ આવતા પહેલાં થતાં દુખાવા જેને આપણે પી.એમ. એસ. (પ્રિ-મેન્સ્ટ્રુઅલ-સિન્ડ્રમ) કહીએ છીએ તે અને કેટલાંક અન્ય દુખાવાને ઘટાડે છે. જાતીય આનંદની ચરમસીમાની પળો પહેલાં શરીરમાં ‘ઓક્સીટોસિન’ નામના હોર્મોનનું પ્રમાણ સામાન્ય કરતાં પાંચગણું વધે છે. તે કારણે કેટલાંક એર્ન્ડોફિન્સના સ્ત્રાવ થાય છે જે દુઃખાવા ઘટાડવા માટે જાણીતા છે. માઈગ્રેન,આર્થાઈટિસ જેવા દુખાવા પણ સેક્સને કારણે ઓછા થાય છે. સ્ત્રીઓમાં ઈસ્ટ્રોજનનું પ્રમાણ વધવાને કારણે સ્વાસ્થ્ય સુધરે છે.

સેક્સ કરવાથી સ્ત્રીઓમાં ‘ઈસ્ટ્રોજન’ હોર્મોનનું વધુ ઉત્પાદન થાય છે. ઈસ્ટ્રોજન સ્ત્રીઓની ત્વચાને ચમકદાર અને લવચીક બનાવે છે. જે સ્ત્રીઓ નિયમિત રીતે સેક્સમાં સક્રિય રહે છે તેઓ ડિપ્રેશનથી દૂર રહે છે. સેક્સને કારણે ઉત્પન્ન થતાં હોર્મોન્સ સુખદ અનુભવ કરાવતા એર્ન્ડોફિન્સના સ્ત્રાવ વધારે છે જેથી ડિપ્રેશનનો અનુભવ થતો નથી. સેક્સની ક્રિયા એક પ્રકારની કસરત હોવાને કારણે શારીરિક સ્વાસ્થ્ય અને સુદૃઢતાને વધારે છે. કસરત જેવી ક્રિયા હોવાને કારણે તે દરમિયાન વધુ પ્રાણવાયુ લેવાય છે જે સ્વાસ્થ્યને વધુ બળ આપે છે. જીવન તરફ સકારાત્મક અભિગમ જાગે છે. પુરુષના વીર્યમાં રહેલા ‘પ્રોસ્ટાગ્લેન્ડિન’ નામના હોર્મોનને પણ ઘણાં સંશોધનકર્તાઓ લાભદાયક માને છે. તેઓના મતે આ હોર્મોન સ્ત્રીના પ્રજનન અવયવોમાં શોષાવાને કારણે સ્ત્રીમાં સકારાત્મકતા વધે છે.