Benefits Of Tomato for glow skin face mask
  • Home
  • Fashion & Beauty
  • ટામેટા ખાવા માટે જ નહીં ત્વચાની દરેક સમસ્યા દૂર કરવા માટે બેસ્ટ

ટામેટા ખાવા માટે જ નહીં ત્વચાની દરેક સમસ્યા દૂર કરવા માટે બેસ્ટ

 | 5:02 pm IST

કેટલીક વખત ઘરમાં પડેલી વસ્તુઓ પણ આપણી ત્વચા માટે બેસ્ટ કામ કરી જાય છે. તેવી જ રીતે જો આપ અડધા ટામેટાનાનો પણ પ્રયોગ કરી ચહેરા પર લગાવો, તો આપની ત્વચા પર કમાલની ચમક આવી જશે. આપણે ઘણી વખત ત્વચામાં ચમક લાવવા માટે અવનવા ઉપાયો કરતા હોઇએ છીએ. પરંતુ કોઇ ખાસ ફરક પડતો નથી. તો આવો જોઇએ કેવી રીતે તમારી ત્વચાને લગતી આ સમસ્યાને તમે દૂર કરી શકશો.

– ઘરે રહીને આપ ટામેટાનાં જ્યુસને પોતાની સ્કિનને સાફ કરવા માટે કે પછી તેને ફેસ માસ્કની જેમ યૂઝ કરી શકો છો. ટામેટું આપને એક્નેની સમસ્યામાંથી પણ છુટકારો અપાવશે. તો જો આપની પાસે થોડોક પણ સમય હોય અને ઘરે ટામેટા ઉપલબ્ધ હોય, તો આપ તેમનો પ્રયોગ કરી શકો છો.

– ટામેટાનું ફેસ મૉસ્ક જો ચહેરા પર એક્ને છે, તો આ ફેસ માસ્ક બહુ કામનું છે. તેના માટે ટામેટાને સ્લાઇસમાં કાપી લો અને ઊપરનાં ભાગને કાપીનાં કાઢી દો. પછી તેને ગરમ પાણીમાં નાંખો અને પછી તેની છાલ કાઢીને ફેંકી દો. પછી ટામેટાનાં બી કાઢીને બાકીનાં ભાગને વાટી લો અને આખા ચહેરા પર લગાવી લો. 1 કલાક બાદ ચહેરો ધોઈ લો. આપ ઇચ્છો, તો આ પેસ્ટમાં કાકડી કે દહીં પણ મિક્સ કરીને લગાવી શકો છો.

– ટામેટાનાં જ્યુસથી બનાવો ફેસ વૉશ જો આપની પાસે સમય નથી, તો એક વાટકીમાં લીંબુનો રસ નીચવો અને તેની સાથે ટામેટાનો રસ મેળવો. પછી તેને ચહેરા પર લગાવો અને 5 મિનિટ બાદ હળવા ગરમ પાણીથી ચહેરો ધોઈ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન