દરરોજ ટામેટાં ખાવાથી થાય છે અઢળક ફાયદાઓ, જાણો તમે પણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • દરરોજ ટામેટાં ખાવાથી થાય છે અઢળક ફાયદાઓ, જાણો તમે પણ

દરરોજ ટામેટાં ખાવાથી થાય છે અઢળક ફાયદાઓ, જાણો તમે પણ

 | 2:50 pm IST

ટામેટા આપણા ભોજનનો મહત્વનો હિસ્સો છે. જો તમે તેને તમારા ભોજનમાં ઉપયોગ નથી કરતા તો અહીં દર્શાવવામાં આવેલા ટામેટાના ગુણો વાંચીને તો તમે તે રોજ ખાતા થઇ જશો. તમે કાચા ટામેટાંને સલાડના રૂપમાં, શાકભાજી સ્વવરૂપે અથવા કોઈપણ રૂપે તેનું સેવન કરી શકો છો. તેમાંથી વિટામીન એ બી તથા સી ત્રણે મળે છે.

  • ટામેટાંમાં પોષક તત્ત્વો પુષ્કળ હોવાથી શાકભાજી તેમજ ફળ તરીકે શ્રેષ્ઠ ગણાય છે.
  • ટામેટાં ખાટાં, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર અને રક્તને શુદ્ધ કરનાર છે.
  • ટામેટાના સેવનથી લોહીના રક્તકણોનું પ્રમાણ વધે છે. આથી શરીરની ફીક્કાશ દુર થાય છે.
  • ટામેટાં સારક હોવાથી કબજીયાત દુર થાય છે.
  • ટામેટા ખાવાથી સ્કીન ચમકે છે. તમે આ જીવન યુવાન રહો છો, તેમજ મેદ ઘટે છે.
  • તે એસીડીટી, ગેસ, મેદસ્વીતા, લોહીની સમસ્યા,કબજીયાત, હરસ અને પાંડુરોગ જેવા રોગ દુર કરે.
  • ટામેટાંમાં લોહતત્વની માત્રા દૂધની સરખામણીએ બેગણી અને ઈંડાની તુલનાએ પાંચગણી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન