NIFTY 9,915.25 +41.95  |  SENSEX 32,028.89 +124.49  |  USD 64.3150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • જાણો મહિલાએ અને પુરુષે દિવસમાં કેટલી મિનિટ કરવું જોઇએ જોગિંગ

જાણો મહિલાએ અને પુરુષે દિવસમાં કેટલી મિનિટ કરવું જોઇએ જોગિંગ

 | 4:42 pm IST

એક અભ્યાસમાં જણાવ્યા મુજબ સપ્તાહમાં પાંચ દિવસ 30 મિનિટનું જોગિંગ તમારા આયુષ્યને નવ વર્ષ જેટલું વધારી શકે છે. નવાં સંશોધનો કહે છે કે, નિયમિત કસરત કરવાથી કોષ વૃદ્ધ થવાની પ્રક્રિયા મંદ પડે છે. બ્રિઘામ યંગ યુનિર્વિસટીના નિષ્ણાતોનું કહેવું છે કે, નિયમિતપણે કઠોર પરિશ્રમ કે કવાયત કરનારાઓ અને સાધારણ કવાયત કરનારાઓ વચ્ચે આયુષ્યમાં વધઘટ જોવા મળે છે.

આ વિશે સંશોધકોએ વધુમાં જણાવ્યુ હતુ કે, મહિલાઓ સપ્તાહમાં માત્ર પાંચ દિવસ 30 મિનિટ જોગિંગ કરે તો કોષો વૃદ્ધ થવાની પ્રક્રિયા મંદ પડી જતી હોય છે. પુરુષો માટે તેઓ 40 મિનિટ જોગિંગ કરે તે હિતાવહ છે. આમ, નિયમિત જોગિંગ તમારા ચહેરા પર પડતી કરચલી અને વાળ ધોળા થવાની પ્રક્રિયાને મંદ પાડી શકે છે.

આમ, વ્યક્તિ યુવાન હોય છે ત્યારે શરીરના તમામ કોષ ચુસ્ત હોય છે, તેને પરિણામે ત્વચા સુંવાળી અને ચુસ્ત હોય છે. વાળ પણ કાળા હોય છે અને શરીર ઊર્જાથી છલકાતું હોય છે. પરંતુ ઉંમર વધવા સાથે કોષની ક્ષમતા ઘટવા લાગે છે. કોષ તૂટવા લાગે છે. ચામડી પરની કરચલી, ધોળા વાળ, શરીર પર નસો ખુલ્લી દેખાવી તે બધું જ કોષ નબળા પડવાની નિશાની છે. આ વિશે કવાયત વિજ્ઞાનના પ્રોફેસર લેરી ટકર કહે છે કે, તમે 40 વર્ષના થયા તેનો અર્થ એ નહીં કે તમે જૈવિક રીતે 40 વર્ષના થયા. આપણે એવાં લોકોને પણ જોઈએ છીએ કે જેઓ પોતે હોય તેનાં કરતાં નાની ઉંમરનાં લાગે છે. શારીરિક રીતે વધુ સક્રિય વ્યક્તિ જૈવિક રીતે ઓછી વૃદ્ધ દેખાય છે, અર્થાત્ તેમનાં શરીરમાં વૃદ્ધત્વ તરફ દોરી જતી પ્રક્રિયા નબળી હોય છે.

ટેલોમેર્સ અને વૃદ્ધત્વ
સંશોધકોના ધ્યાને આવ્યું છે કે, જે લોકો કઠોર પરિશ્રમ કે કસરત કરતાં હોય તેઓ કસરત ના કરતાં હોય તેને મુકાબલે વધુ લંબાઈ ધરાવતી ટેલોમેર્સ ધરાવતાં હોય છે. ટેલોમેર્સ અર્થાત્ ક્રોમોઝોમ્સના છેડા પર આવેલું પ્રોટીન. ટેલોમેર્સની લંબાઈ અને વૃદ્ધત્વને નજીકના સંબંધ હોય છે. વૃદ્ધત્વ એટલે જ ટેલોમેર્સની લંબાઈમાં ઘટાડો.