Benefits Of yoga mudra for health disease
  • Home
  • Featured
  • યોગ મુદ્રાથી કરી શકો છો તમારી નાનામાં નાની બીમારીઓને દૂર, જાણો વિગતે

યોગ મુદ્રાથી કરી શકો છો તમારી નાનામાં નાની બીમારીઓને દૂર, જાણો વિગતે

 | 12:25 pm IST

આજના સમયમાં દરેક વ્યક્તિ કોઇને કોઇ બીમારીથી ઘેરાયેલા હોય છે જે બીમારી નાની હોય કે મોટી પરંતુ બીમારી થયેલી હોય છે. પરંતુ આ બીમારીનો ઇલાજ તમે દેશી રીતે પણ કરી શકો છો. આજે અમે તમને આ બીમારી દૂર કરવા માટેની કેટલીક રીત જણાવવા જઇ રહ્યા છીએ. અંહી કોઇ ઘરેલું ઉપાય નહીં પંતુ એક પ્રકારની મુદ્રા અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જે તમારી બીમારીને દૂર કરી દેશે. કેટલીક મુદ્રાઓ એવી હોય છે કે જેનાથી તમે તમારી નાની-નાની બીમારીઓને દૂર કરી શકો છો.

– પહેલાના સમયમાં ઋષિ મુનીઓ અંગે તમે કેટલીક વખત સાંભળ્યું હશે અને પુસ્તકોમાં વાંચ્યું પણ હશે કે તે લોકો જીવનમાં અલગ-અલગ મુદ્રાઓનો ઉપયોગ કરતા હતા. આ મુદ્રાઓથી કોઇપણ બીમારી તેમની નજીક આવતી ન હતી.

– મહાપુરૂષો માટે મુનિ શબ્દ એટલા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કારણકે તેમને ઘર, સમાજ, ક્રોધ, ઇચ્છા, સુખ સહિત કોઇપણ વસ્તુથી લેવા દેવા હોતા નથી.

– આ મહાપુરૂષ માત્ર ભગવાનની ભક્તિમાં લીન રહેતા હતા. ઋષ મુનીઓથી પ્રાપ્ત થયેલી મુદ્રાઓના કારણે આજના લોકો એક્યુપ્રેશરનો ઉપયોગ કરીને પોતાની બીમારીઓને સારી કરે લેતા હોય છે. આ દરેક આપણા પહેલાના સમયના મહાપુરૂષોની દેન છે.

– મનુષ્યના શરીરમાં રહેલા પ્રેશર પોઇન્ટ અંગે દરેક લોકો નથી જાણતા હોતો. આ પ્રેશર પોઇન્ટની મદદથી દરેક પ્રકારના રોગોનો ઉપાય કરી શકાય છે. મનુષ્યના શરીરમાં દરેક જગ્યાએ પ્રેશર પોઇન્ટ હોય છે જે અંગોને દબાવવાથી સહેલાઇથી દરેક બીમારી દૂર કરી શકાય છે.

– આકાશમુદ્રા કરવા માટે મધ્યમ આંગલીને અંગૂઠછાના આગળના ભાગે લગાવો અને બાકીની આંગળીને બિલકુલ સીધી કરી લો. આ મુદ્રાને નિયમિત રીતે કરવાથી કાનના રોગ, બહેરાશ, કાનમાં સતત વ્યર્થ અવાજ સંભળાવવો તેમજ હાડકાની નબળાઇ દૂર થાય છે.

– શૂન્ય મુદ્રા કરવા માટે મધ્યમાં આંગળીને વાળીને અંગૂઠાના મૂળથી લગાવીને અંગૂઠાને હળવેથી દબાવો અને બાકીની આંગળીઓને સીધી કરી લો. શૂન્ય મુદ્રા બની જશે. તેનાથી ગળા તેમજ થાઇરોઇડ સહિતના રોગમાં લાભ થાય છે. સાથે જ દાંત મજબૂત બને છે અને કાનની બીમારીઓ દૂર થાય છે.

– પૃથ્વી મુદ્રા કરવા માટે અનામિકા આંગળીને અંગૂઠાના આગળના ભાગથી લગાવીને બાકીની આંગળીને સીધી કરી લો. આ મુદ્રા શરીરની દુર્બળતાને દૂર કરી વજવન વધારવામાં મદદ કરે છે. આ શરીરમાં લોહીના ભ્રમણને સારી કરી શરીરમાં સ્ફૂર્તિ, કાન્તિ અને તેજ ઉત્પન્ન કરે છે અને માંસપેશીઓમાં મજબૂતાઇ લાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન