નારિયેળ પાણીથી ચહેરો ધોવાના આ ફાયદા જાણશો, તો ક્યારેય સાદા પાણીને હાથ નહિ લગાવો - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • નારિયેળ પાણીથી ચહેરો ધોવાના આ ફાયદા જાણશો, તો ક્યારેય સાદા પાણીને હાથ નહિ લગાવો

નારિયેળ પાણીથી ચહેરો ધોવાના આ ફાયદા જાણશો, તો ક્યારેય સાદા પાણીને હાથ નહિ લગાવો

 | 12:15 pm IST

નારિયેળ પાણી પીવાના જેટલા ફાયદાઓ છે, તેટલા જ વધુ તેને ચહેરા પર લગાવવાનાં પણ છે. તે વાળ અને ત્વચા માટે અમૃત સમાન છે. આપ તેનો પ્રયોગ કરો, તે પહેલા તેના બ્યુટી બેનીફિટ્સ જાણવા બહુ જરૂરી છે. નારિયેળ પાણીમાં ઓમેગા 3 ફૅટી એસિડ, વિટામિન સી, એંઝાઇમ્સ, ઍમીનો એસિડ અને મિનરલ્સ હોય છે; જેમ કે મૅગ્નેશિયમ અને પોટેશિયમ. આવો હવે જોઇએ નારિયેળ પાણીને ચહેરાની સુંદરતા નિખારવા માટે કેવી રીતે પ્રયોગ કરાય ?

કોકોનટ વૉટર ફેસ મૉસ્ક 2
આ પૅક બનાવવા માટે મુલ્તાની માટચી અને નારિયેળ પાણીનો પ્રયોગ કરો. આ પેસ્ટનું પાતળુ કોટ ચહેરા અને ગરદન પર લગાવો. પછી થોડીક મિનિટ રાહ જોઈ ચહેરાને નૉર્મલ પાણીથી ધોઈ લો.

કોકોનટ વૉટર મૉસ્ક 3
પોતાના ચહેરાને દરરોજ બે વખત જો નારિયેળ પાણીથી ધોવામાં આવે, તો ચહેરો અંદરથી સાફ થશે. તેના માટે આપે સવારે ઉઠતા જ મોઢુ ધોવું પડશે.

કોકોનટ વૉટર વાળ માટે
વાળમાં લગાવવામાં આવતા તેલની સાથે નારિયેળ પાણી મિક્સ કરો. પછી આંગળીઓનાં છેડેથી મસાજ કરો. તેનાથી સ્કૅલ્પ સ્વસ્થ થશે અને માથાની ખંજવાણ તથા રુક્ષપણુ દૂર થશે. જો માથામાં ડૅંડ્રફ છે, તો તે પણ દૂર થશે. નારિયેળ પાણીથી જૂં પણ ખતમ થાય છે.