તો શું બંગાળની ચૂંટણીમાં TMCની હારનું કારણ બનશે ભત્રીજો અભિષેક? PK પણ બન્યા 'વિલન' - Sandesh
  • Home
  • Election
  • તો શું બંગાળની ચૂંટણીમાં TMCની હારનું કારણ બનશે ભત્રીજો અભિષેક? PK પણ બન્યા ‘વિલન’

તો શું બંગાળની ચૂંટણીમાં TMCની હારનું કારણ બનશે ભત્રીજો અભિષેક? PK પણ બન્યા ‘વિલન’

 | 1:27 pm IST
  • Share

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે છે. બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીના નિવેદનોમાં તેમની ચિંતા સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે, જો વિધાનસભાની ચૂંટણીમાં TMCનો દેખાવ નબળો રહ્યો તો તેનું મુખ્ય કારણ મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી અને તેમની સાથો સાથ તેમના પરિવાર પર લાગેલા આરોપોને માનવામાં આવશે. અભિષેક બેનરજી સમયાંતરે જુદા જુદા મુદ્દે ઘેરાતા રહ્યાં છે.

અભિષેકની પાર્ટીમાં વધતી જતી દખલગીરી

બંગાળ વિધાનસભાની ચૂંટણી વચ્ચે ટીએમસીના અનેક નેતાઓએ બુગીયો ફૂંક્યો હતો, પાર્ટી છૉડીને ગયેલા અનેક દિગ્ગજોએ ભાજપનું ભગવાકરણ અપનાવ્યું હતું. સાથે જ અનેક નેતાઓએ તો આરોપો પણ લગાવ્યા હતાં કે, પાર્ટીમાં હવે અભિષેક બેનરજી અને પ્રશાંત કિશોરની દખલગીરી વધી રહી છે. આ વાતને લઈને અનેક નેતાઓ તો ભારોભાર નારાજ પણ છે.

અભિષેકની પત્ની પર લાગ્યા આરોપ

અભિષેક બેનરજીની પત્નીનું નામ રૂજિલા નરૂલા છે. વર્ષ 2009માં લોકસભાની ચૂંટણી પહેલા 15 માર્ચે રૂજિરાને કોલકાતા એરપોર્ટ પર બે કિલો સોના સાથે ઝડપી પાડવામાં આવી હતી. તેના પર એવા પણ આરોપ લાગ્યા હતાં કે, તે બેંગકોકથી ગેરકાયદેસર રીતે સોનાની તસ્કરી કરતી હતી. એવો પણ આરોપ લાગ્યો હતો કે, એરપોર્ટ પર જ્યારે અધિકારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે અધિકારીઓને બરાબરના ધમકાવ્યા હતાં.

કસ્ટમ વિભાગે રૂજિરા વિરૂદ્ધ સમન પણ બહાર પાડ્યું હતું. સમનને રદ્દ કરવા રૂજિરાએ હાઈકોર્ટમાં અપીલ પણ કરી હતે . તેના પર હજી પણ સોનાની દાણચોરી કરવાનો કેસ ચાલી રહ્યો છે. અભિષેક આ દરમિયાન રૂજિરાના બચાવમાં આવ્યા હતા અને તેમને આ ઘટનાક્રમને લઈને વિરોધપક્ષ પર આકરૂ નિશાન તાક્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો