બંગાળના બે ખેલાડીઓએ શતક ફટકારીને ધોનીની ટીમને સેમીફાઈનલમાં ચટાવી ધૂળ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • બંગાળના બે ખેલાડીઓએ શતક ફટકારીને ધોનીની ટીમને સેમીફાઈનલમાં ચટાવી ધૂળ

બંગાળના બે ખેલાડીઓએ શતક ફટકારીને ધોનીની ટીમને સેમીફાઈનલમાં ચટાવી ધૂળ

 | 12:01 pm IST

કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં વિજય હઝારે ટ્રોફીમાં ઝારખંડની સેમીફાઈનલમાં હારનો સમાનો કરવો પડ્યો હતો. દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન પર ઝારખંડ અને બંગાળની વચ્ચે રમાયેલી સેમીફાઈનલમાં ઝારખંડે 41 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ મુકાબલામાં ધોનીએ ટોસ જીતીને બંગાળને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરતા બંગાળની ટીમના ઓપનર શ્રીવત્સ ગોસ્વામી અને અભિમન્યુ ઈશવારણે તોફાની શતક ફટકારી હતી. બંગાળે શ્રીવત્સના 101 અને અભિમન્યુ ઈશવારણ 101 રનની મદદથી 329 રન બનાવ્યા હતા.

ગોસ્વામીએ 99 બોલમાં 101 રન ફટકાર્યા હતા. જયારે અભિમન્યુએ 121 બોલમાં 101 રન બનાવ્યા હતા. બંગાળ તરફથી કેપ્ટન મનોજ તિવારીએ ઝંઝાવાતી બેટિંગ કરતાં 49 બોલમાં જ 75 રન ફટકારી દીધા હતા.

329 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝારખંડની ટીમ તરફથી કેપ્ટન ધોનીએ 70 અને ઈશાંક જગ્ગીએ 59 રન બનાવ્યા હતા. ઝારખંડની શરૂઆત ખરાબ રહી હતી. ઝારખંડની પહેલી વિકેટનું પતન માત્ર 20 રને જ થઈ ગયું હતું. જ્યારે 56 રને બીજી વિકેટનું પણ પતન થઈ ગયું હતું. આમ ઝારખંડ તરફથી સૌરવ તિવારીએ 48 અને દેવવ્રતે 39 રનની ઈનિંગ રમી હતી પરંતુ તેઓ તેમની એવરેજને જાળવી શક્યા નહતા. આમ ઝારખંડની ટીમ 50 ઓવરમાં માત્ર 288 રન જ બનાવી શકી હતી.