બંગાળ ચૂંટણી પર કોરોનાનો પડછાયો : PM મોદી 23 એપ્રિલે યોજશે ચાર વર્ચ્યુઅલ રેલી - Sandesh
  • Home
  • Election
  • બંગાળ ચૂંટણી પર કોરોનાનો પડછાયો : PM મોદી 23 એપ્રિલે યોજશે ચાર વર્ચ્યુઅલ રેલી

બંગાળ ચૂંટણી પર કોરોનાનો પડછાયો : PM મોદી 23 એપ્રિલે યોજશે ચાર વર્ચ્યુઅલ રેલી

 | 7:40 am IST
  • Share

। નવી દિલ્હી ।

પશ્ચિમ બંગાળમાં જારી વિધાનસભા ચૂંટણી પર પણ કોરોના વાયરસ સંકટના વાદળો ઘેરાયા છે. રાહુલ ગાંધી પોતાની રેલીઓ રદ કરી ચુક્યા છે. મમતા બેનરજીએ રેલીઓનો સમય ઘટાડી દીધો છે. હવે વડાપ્રધાન મોદીએ પણ રેલીનું સ્વરૂપ બદલીને માત્ર વરચ્યુઅલ રેલી યોજવાનો નિર્ણય લીધો છે.

મોદી હવે બિહાર ચૂંટણીની જેમ જ બંગાળમાં પણ વરચ્યુઅલ રેલીને સંબોધશે. ૨૩ એપ્રિલના રોજ વડાપ્રધાન મોદી બંગાળના માલદા, ર્મુિશદાબાદ, સિવલી અને દક્ષિણ કોલકતામાં ચાર રેલીને સંબોધવાના હતા. પરંતુ હવે વડાપ્રધાન સ્થળ પહોંચવાને બદલે તે વિસ્તારોમાં વરચ્યુઅલ રેલીને જ સંબોધશે. રેલીમાં સમગ્ર જિલ્લાના લોકોને આવવાની જરૂર નહીં રહે પરંતુ વિધાનસભા વિસ્તારમાં વડાપ્રધાનના ભાષણને સાંભળના માટે મોટી મોટી સ્ક્રીન લગાવવામાં આવશે. રેલી સ્થળે ઓછામાં ઓછા લોકો પહોંચશે કે ઔજેથી સોસિયલ ડિસ્ટન્સનું પાલન થઇ શકે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે રેલી સ્થળે મહત્તમ ૫૦૦ લોકો જ હાજર રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

મમતા-રાહુલ આ મુદ્દે પહેલાં નિર્ણય લઇ ચૂક્યાં છે

આ પહેલાં પશ્ચિમ બંગાળમા મુખ્યપ્રધાન મમતા બેનરજી અને કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર ના કરવાનો નિર્ણય લઇ ચુક્યા છે. મમતા બેનરજી હવે કોલકાતામાં પ્રચાર નહીં કરે. શહેરમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે માત્ર એક બેઠક કરશે. જે સ્થાન માટે પહેલેથી ચૂંટણી પ્રચાર રેલીની તારીખો નક્કી થઇ ચુકી છે ત્યાં પણ સમય ઘટાડીને ૩૦ મિનિટ કરી નાખ્યો છે. રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં પોતાની જે રેલી યોજાવાની હતી તેને રદ કરવા નિર્ણય લીધો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો