પામેલા ગોસ્વામી ડ્રગ્સ કેસમાં બંગાળ પોલીસની કાર્યવાહી, વધુ એક BJP નેતાને દબોચ્યા

પામેલા ગોસ્વામી ડ્રગ્સ કેસ (pamela goswami drugs case)માં ભાજપના નેતા રાકેશ સિંહ (rakesh singh)ની બંગાળ પોલીસે બર્દવાનના ગલસીથી ધરપકડ કરી છે. રાકેશ સિંહની સાથે પોલીસે તેના બે પુત્રોની અટકાયત પણ કરી છે. મંગળવારે દિવસભર પોલીસ (police) રાકેશ સિંહની પાછળ રહી હતી. તે પહેલા તેના નિવાસ સ્થાને ગઈ હતી, પરંતુ રાકેશ સિંહના પુત્રએ પોલીસને ઘરમાં પ્રવેશતા અટકાવી હતી. જે અંગે પોલીસ અધિકારીઓ અને રાકેશ સિંહના પરિવાર વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી.
પોલીસ રાકેશ સિંહના ઘરે પહોંચી હતી
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ન્યુ અલીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના સંદર્ભમાં પોલીસ કર્મચારીઓની એક ટીમ ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય રાકેશ સિંહના ઘરે પહોંચી હતી. રાકેશ સિંહ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયના નજીકના સાથી માનવામાં આવે છે. અગાઉ અધિકારીઓએ કહ્યું હતું કે, રાકેશ સિંહના પુત્ર સાહેબે દક્ષિણ-પશ્ચિમ કોલકાતાના વાટગુંગે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમના ઘરે પ્રવેશ કરવા માટે પોલીસકર્મીઓ પાસેથી કાનૂની દસ્તાવેજોની માંગ કરી હતી, જે અંગે બંને તરફથી ઉગ્ર ચર્ચા થઈ હતી.
પ્રબીરકુમાર ડેની પોલીસે શુક્રવારે ધરપકડ કરી
પોલીસનું કહેવું છે કે તેમણે પરિવારને તમામ દસ્તાવેજો બતાવ્યા હતા અને તેઓ કાયદા પ્રમાણે કામ કરી રહ્યા હતા. આ મામલે રાકેશ સિંહને મંગળવારે કોલકાતા પોલીસ હેડક્વાર્ટર લાલ બજારમાં હાજર રહેવા કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ કામ માટે દિલ્હી જઈ રહ્યા છે અને 26 ફેબ્રુઆરીએ શહેર પરત ફર્યા બાદ પોલીસ સમક્ષ હાજર થશે. ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના રાજ્ય સચિવ પામેલા ગોસ્વામી અને તેના મિત્ર પ્રબીરકુમાર ડેની પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી.
90 ગ્રામ કોકેઇન પામેલાની કારમાંથી મળ્યું હતુ
પામેલા ગોસ્વામીની બેગ અને કારમાં કથિત રીતે છુપાવીને 90 ગ્રામ કોકેઇનની રિકવરી બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સંબંધમાં પોલીસે ગોસ્વામીના સુરક્ષા જવાનની પણ ધરપકડ પણ કરી હતી. ગોસ્વામીએ માદક દ્રવ્યોના કેસમાં રાકેશ સિંહનું નામ લીધું હતું અને તેના પર કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. સિંહે આ આરોપોને નકારી કાઢ્યા છે. પામેલાને સિટી કોર્ટે લોક-અપમાં લઇ જતી વખતે કહ્યું કે, “હું સીઆઈડી તપાસ ઇચ્છુ છું.” આ મારી વિરુદ્ધ એક કાવતરું છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન