Bengal Tradition: Why do women wear white and red sarees on Durga Puja?
  • Home
  • Fashion & Beauty
  • દુર્ગા પૂજા પર મહિલાઓ કેમ પહેરે છે સફેદ અને લાલ રંગની સાડી?

દુર્ગા પૂજા પર મહિલાઓ કેમ પહેરે છે સફેદ અને લાલ રંગની સાડી?

 | 3:20 pm IST
  • Share

  • દુર્ગા પૂજાનું ખાસ મહત્વ

  • કેમ પહેરે છે મહિલાઓ સફેદ-લાલ રંગની સાડી

  • મહિલાઓ આ દિવસે રમે છે સિંદુર ખેલા


બંગાળમાં નવરાત્રિ દરમિયાન ખાસ કરીને મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. બંગાળમાં સુંદર અને મોટા પંડાલો સજાવવામાં આવ્યા છે. મોટાભાગની મહિલાઓ સફેદ અને ક્રીમ રંગ લાલ કિનારી હોય એવી સાડીમાં જોવા મળે છે જે ખરેખર આકર્ષક લાગે છે પરંતુ શું તમે જાણો છો કે બંગાળી મહિલાઓ આ રંગની સાડી જ કેમ પસંદ કરે છે?

સફેદ અને લાલ બોર્ડર વાળી સાડી પહેરીને બંગાળની મહિલાઓ દુર્ગા પૂજા કરે છે, જેની પાછળ ખાસ મહત્વ છે, ચાલો તમને આ વિશે જણાવીએ.

ખાસ ફેબ્રિકની બનેલી સાડી

બંગાળી મહિલાઓ જે સાડી પહેરે છે તે ખાસ કાપડથી બનેલી હોય છે. આ સાડીને જામદાની કહેવામાં આવે છે. જામદાની સાડી એક એવી સાડી છે જે ખાસ હાથથી વણાટ કરીને બનાવવામાં આવે છે. આ સાડીનું કાપડ કોટનનું છે. તે પહેરવા માટે ખૂબ જ હળવું હોય છે.

બંગાળનો પરંપરાગત રંગ

તમને જણાવી દઈએ કે બંગાળમાં સફેદ અને લાલ રંગ પરંપરાગત માનવામાં આવે છે. તેથી જ નવરાત્રીના સમયમાં પરિણીત મહિલાઓ આ સાડી પહેરે છે. તે સાડી સાથે ખૂબ સુંદર મેકઅપ પણ કરે છે. લાલ બિંદી, સિંદૂર અને સોનાના ઘરેણાં સાડીના આકર્ષણમાં વધારો કરે છે.

સિંદુર ખેલા

દુર્ગા અષ્ટમીના દિવસે મહિલાઓ સફેદ અને લાલ રંગની સાડી પહેરે છે અને મા દુર્ગાની પૂજા કરે છે. પછી તેને દશેરાના દિવસે પહેરી માતા દુર્ગાને સિંદૂર ચઢાવી સિંદુર ખેલા રમે છે. બંગાળની આ દુર્ગા પૂજા દેશભરમાં ખૂબ પ્રખ્યાત છે અને તેની ખૂબ માન્યતા છે.

જામદાની સાડીમાં અનેક વિવિધતા

દુર્ગા પૂજા પર પહેરવામાં આવતી જામદાની સાડીઓની ખાસ વાત એ છે કે તેને પહેરવામાં તમને ઘણી વિવિધતા મળે છે. તેમાં માત્ર સફેદ અને લાલ રંગો જ નથી, આ સાડીમાં તમને ઘણી ફ્લોરલ ડિઝાઇન પણ મળશે. આ સાડીઓ ખૂબ જ સુંદર લાગે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો