besan atta roti will increase your stemina and health
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ લોટની રોટલી તમારી બીમારીઓને કરી દેશે છૂમંતર

આ લોટની રોટલી તમારી બીમારીઓને કરી દેશે છૂમંતર

 | 2:26 pm IST

આપણે ઘઉં, ચોખા, બાજરી, મકાઈના રોટલી અને રોટલા બનાવીને હોંશેહોંશે ખાતા હોઈએ છીએ. પણ શું તમે ક્યારેય ચણાના લોટની રોટલી ચાખી છે? તમને ખબર નહિ હોય, પણ ચણાના લોટની રોટલી એક નહિ, પણ અનેક ગુણોથી ભરપૂર છે. આ રોટલી અનેક બીમારીઓને તમારા શરીર પર હાવી થતા અટકાવે છે.

ચણાના લોટની રોટલી એટલે બેસનની રોટલી. ચણાના લોટની રોટલી શરીરમાં સ્ફૂર્તિ લાવવાનું કામ કરે છે. ચણા લોહીને સાફ કરવાનું કામ કરે છે, ત્યારે આ હેતુથી ચણાની રોટલી બહુ જ ગુણકારી છે.

ચણાની રોટલીના ફાયદા

  •  જો તમને તમારા અવાજમાં કોઇ તકલીફ લાગે તો રોજ શેકેલા ચણા તમારા અવાજને સાફ કરી દે છે. ચણા ખાવાથી પેશાબ પણ ખૂબ આવે છે. એને રાતે પાણીમાં પલાળીને ખાવાથી બોડીમાં પણ તાકાત આવે છે.
  • ચણા ખાસ કરીને કિશોર, યુવાનીઓ અને મહેનત કરનાર દરેક લોકો માટે એક ખૂબ જ પૌષ્ટિક નાશ્તો હોય છે.
  • આ રોટી સ્કીન સંબંધી રોગ જેમ કે દાદર, ખણ, એક્ઝિમામાં ખૂબ ફાયદાકારક હોય છે.

કેવી રીતે રોટલી બનાવવી
ચણાના લોટની રોટલી ખૂબ જ ટેસ્ટી હોય છે. એના ફોતરાં સહિત ચણાને પીલીને લોટ બનાવી લેવો. આ લોટની રોટલી બનાવીને ખાવાથી ઘણા ગુણકારી ફાયદા થાય છે. જો આ લોટમાં થોડોક ઘઉંનો લોટ મિક્સ કરી દો તો એને મિસ્સી કહેવામાં આવે છે.

બાળકોને મોંઘી બદામ ન ખવડાવી શકો તો કાળા ચણા ખવડાવવો સારો વિકલ્પ છે. કાળા ચણાથી 41 ગ્રામ પ્રોટીન અને 864 કેલેરી ઉષ્મા મળી આવે છે. પલાળેલા ચણા, અંજીર અને મધને એક સાથે મિક્સ અથવા ઘઉંના લોટમાં ચણાનો લોટ મિક્સ કરીને એની રોટલી ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થઇ જાય છે.