best and beautiful places to visit in alappuzha kerala
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતનું આ રમણીય સ્થળ છે ‘પૂર્વનું વેનિસ’, કુદરતી સૌંદર્ય મન મોહી લેશે

ભારતનું આ રમણીય સ્થળ છે ‘પૂર્વનું વેનિસ’, કુદરતી સૌંદર્ય મન મોહી લેશે

 | 11:28 am IST
  • Share

જો તમે શાંતિથી મન પ્રફુલ્લિત કરી તમારી ખુદની સાથે સમય પસાર કરવા માંગતા હો, તો પછી તમે કેરળના સુંદર શહેર અલાપ્પુઝાની (alappuzha kerala) મુલાકાત લઈ શકો છો. આ શહેરનું નામ તેના પૂર્વ નામ અલેપ્પીના નામ પરથી આવ્યું છે જેને લોકો પૂર્વના વેનિસ (East Venice) શહેર તરીકે જાણે છે.

તે કેરળનું (kerala) એક મુખ્ય પર્યટન સ્થળ છે, એવું કહેવામાં આવે છે કે બ્રિટીશ ભારતનો ભૂતપૂર્વ વાઇસરોય લોર્ડ કર્ઝન આ સ્થળની સુંદરતાથી એટલા મંત્રમુગ્ધ થયા કે તેમણે કહ્યું કે અહીં પ્રકૃતિએ જમીન પર તેની સૌથી ધનિક સંપત્તિ મુકી છે. હાઉસબોટ્સ અહીંનું સૌથી મોટું આકર્ષણ બેકવોટર્સની મુલાકાત લેવાનું આ સ્થળનુ મુખ્ય આકર્ષણ છે.
કુટ્ટનાડ બેકવોટર
તે કેરળનું એક સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળોમાં એક છે, જે સમુદ્ર અને ટેકરીઓથી ઘેરાયેલું છે. કુટ્ટનાડને કેરળનો ચોખાનો વાટકો કહે છે. એવું કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ કદાચ વિશ્વની એકમાત્ર જગ્યા છે જ્યાં સમુદ્ર સપાટીથી માત્ર બે મીટરની ઉંડાઈએ ખેતી કરવામાં આવે છે. ભાતની ખેતીની સાથે સાથે, આ સ્થાન તેના કુદરતી સૌંદર્ય માટે પણ પ્રખ્યાત છે. અહીં તમે બોટની સવારી કરતી વખતે સુંદર નજારાનો આનંદ લઈ શકો છો.

કૃષ્ણાપુરમ પેલેસ એક નાનકડા પહાડ પર સ્થિત મહેલ, તળાવ, બગીચાઓ અને ફુવારાઓથી ઘેરાયેલ સ્થળ છે. આ મહેલ પુરાતત્વ વિભાગે એક સંરક્ષિત સ્મારક તરીકે રાખ્યુ છે અને આ જગ્યાને સંગ્રહાલય બનાવવામાં આવ્યુ છે. અહી આવીને તમને દક્ષિણ ભારતની કલા-સંસ્કત્તિ અને જીવનને સમજવાનો અવસર મળશે.

અલાપ્પુઝા બીચ એક ચમકદાર અને રેતી અને સાફ પાણીથી ઘેરાયેલ સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંથી એક છે. અહીનો સૂર્યોદય અને સૂર્યાસ્ત ખુબજ સુંદર છે. જીવનમાં આ પલને માણવાનો એક લ્હાવો છે. પ્રકૃત્તિ પ્રેમિ માટે આ સ્થળ આકર્ષણ જમાવે છે. તમે તમારા પરિવાર સાથે દોસ્તો સાથે જઇને જીવનના કેટલાક પલને યાદગાર બનાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન