best-android-smartphones-under-rs-10000-xiaomi-redmi-6honor7c-realme-2
  • Home
  • Featured
  • Xiaomi Redmi 6, Honor 7C અને Realme 2 10,000 રૂપિયાના બજેટમાં મળશે આ સ્માર્ટફોન

Xiaomi Redmi 6, Honor 7C અને Realme 2 10,000 રૂપિયાના બજેટમાં મળશે આ સ્માર્ટફોન

 | 2:30 pm IST

નવો સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો, પણ તમારૂ બજેટ 10,000 સુધીનું હશે તો આજે તમને એવા કેટલાક સ્માર્ટફોન અંગે જણાવીશુ. આ સેગમેન્ટમાં તેમને ફેસ રિકગ્નીશન અને 18:9 પેનલવાળો સ્માર્ટફોન સરળતાથી મળશે. જો કે આ ખૂબીઓવાળા ફોન ખરીદવા થોડા વધારે પૈસા ખરચવાના રહેશે. 10000 રૂપિયાથી ઓછા બજેટમાં તમને Realme 2, Xiaomi Redmi 6, Xiaomi Redmi Y2 સહિત ફોન મળશે. ભારતીય બજારમાં 10,000 રૂપિયાની કિંમતમાં ઘણા ફોન મળી રહ્યા છે.

Realme 2

જો તમે એવો ફોન શોધી રહ્યા છો જેની બેટરી લાઈફ શાનદાર હોય તો Realme 2 તમારા માટે સારો વિકલ્પ છે. Realme 2 માં સિક્યોરિટી માટે ફેસ અનલોક અને ફિંગરપ્રીન્ટ સેન્સર આપવામાં આવેલ છે. ફોનમાં 4,230 એમએએચની બેટરી, ડ્યુઅલ 4G વોલ્ટ સપોર્ટ, ડિસ્પ્લે નોચ, બે રિયર કેમેરા આપવામાં આવેલ છે. 4 GB રેમ આપવામાં આવેલ છે. એચડી વીડિયો રિફ્લેક્ટીવ છે.
ભારતમાં Realme 2 ને 8,990 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનની કિંમતમાં હાલ વધારો કરવામાં આવ્યો છે આ હેન્ડસેટ હાલ 9,499 રૂપિયામાં મળે છે. ગ્રાહકો આ ફોનને ઈ-કોમર્સ વેબસાઈટ Flipkart પરથી ડાયમન્ડ બ્લેક, ડાયમન્ડ રેડ, ડાયમન્ડ બ્લૂ રંગમાં ખરીદી શકે છે.

Honor 7C

Huaweiની સબ બ્રાન્ડ કંપની Honor 7C સ્માર્ટફોનની બોડી મેટલની છે.બે રિયર કેમેરા, સિક્યોરિટી માટે બેક પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર રહેશે. સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે સ્નેપડ્રેગન 450 પ્રોસેસર સાથે 3GB રેમ અને 4 GB રેમના બે વિકલ્પમાં મળશે. ફોનમાં 3,000 MAhની બેટરી આપવામાં આવેલ છે. ફેસ અનલોક પણ આપવામાં આવેલ છે જે ખુબજ ઝડપથી કામ કરે છે. આ ફોનને બ્લેક, બ્લૂ અને ગોલ્ડ રંગમાં ખરીદી શકો છો.

Xiaomi Redmi 6

ભારતમાં Xiaomi Redmi 6 સપ્ટેમ્બર મહીનામાં લૉન્ચ થયો હતો. Redmi 6માં એઆઈ ફેસ અનલોક સપોર્ટ, ડ્યુઅલ વોલ્ટ, સ્ટોરેજ વધારવા માઈક્રોએસડી કાર્ડ સ્લોટ, બે રિયર કેમેરા તેમજ હાલમાં જ MIUI 10 Global Stable ROM અપડેટ આપવામાં આવેલ છે. Xiaomi Redmi 6 3GB/32GB વેરિયન્ટમાં 7,999 રૂપિયામાં વેચવામાં આવશે. તો એના 3GB/32GB વેરિયન્ટને 8,499માં ખરીદી શકો છો. આ સ્માર્ટફોનને તમે Flipkart અને Mi.com પરથી ખરીદી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન