best language learning apps free in India know full list
  • Home
  • Featured
  • શું તમને નવી નવી ભાષાઓ શીખવાનો શોખ છે, માત્ર ફોન પર થઈ જશે તમારૂ કામ

શું તમને નવી નવી ભાષાઓ શીખવાનો શોખ છે, માત્ર ફોન પર થઈ જશે તમારૂ કામ

 | 1:55 pm IST

કોઈ પણ જગ્યાએ જાવ ત્યાંની ભાષા આવડતી હોય તો વાતચીત કરવી ખુબજ સરળ થઈ જાય છે. જો તમને પણ નવી નવી ભાષાઓ શીખવાનો શોખ હોય તો ખાસ તમારા માટે આજે અમે કેટલીક એપ્સની માહિતી લઈને આવ્યા છીએ જે તમારી ચપટી વગાડતા મદદ કરશે. આ એપ્સ તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આજે આપણે આવી એપ્સની માહિતી મેળવીશું.
Duolingo એપ
તમે આ એપથી સરળતાથી અંગ્રજી ભાષા શીખી શકશો અને થોડા સમયમાં જ ફટાફટ અંગ્રેજી બોલતા શીખી જશો. આ એપમાં શબ્દકોષ અને વ્યાકરણની સુવિધા આપવામાં આવી છે.

Memrise એપ
આ એપથી તમે તમારી પસંદગીની ભાષા શીખી શકશો. સાથે સાથે જવાબ આપશો તો તમને પોઈન્ટ મળશે. આ એપ પણ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.

Busuu એપ
આમ તો આ એપ માટે તમારે પૈસા ખરચવા પડે છે પણ ફ્રી વર્જનનો ઉપયોગ કરશો તો ફ્રીમાં આ એપથી ભાષા શીખી શકશો. આ એપ પણ ગૂગલ પ્લે પર આવેલ છે.

HelloTalk એપ
આ એપથી તમે ભાષા શીખી શકો છો. આ એપથી તમે ઓડિયો, વીડિયો અને વોઇસ મેસેજ મોકલી શકો છો. આ એપથી તમે અંગ્રેજી, જાપાની, કોરિયાઈ, સ્પેનિશ અને ફ્રેન્ચ ભાષા શીખી શકો છો.

આ વીડિયો જુઓ: પીએમ મોદીનુ ટ્રમ્પ આગમનને લઇને કર્યુ ટ્વિટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન