રૂ.5000માં ફરી લો ભારતની આ 3 સુંદર જગ્યાઓ પર, જ્યાં પડી જશે મોજે-મોજ - Sandesh
  • Home
  • Food & Travel
  • રૂ.5000માં ફરી લો ભારતની આ 3 સુંદર જગ્યાઓ પર, જ્યાં પડી જશે મોજે-મોજ

રૂ.5000માં ફરી લો ભારતની આ 3 સુંદર જગ્યાઓ પર, જ્યાં પડી જશે મોજે-મોજ

 | 3:35 pm IST

આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે ફરવા જવુ એટલે પૈસાનું પાણી થઈ જાય, અને ત્યાં આવવા-જવાનું આપણને ન પોસાય. જો કે આપણી આ માનસિકતા સાચી નથી કારણકે હજી પણ ભારતમાં જો તમારે 5000 રૂપિયાની અંદર ફરીને આવી જવું હોય તો તમારી પાસે ઘણાં વિકલ્પો છે. તો જોઈએ એવા 3 વિકલ્પ.

1. કસોલ, હિમાચલપ્રદેશ
કસોલ હિમાચલ પ્રદેશમાં આવેલ પાર્વતી વેલી પર આવેલું એક નાનું ગામ છે. તે હિમાલય પરથી વહેતી પાર્વતી નદી પાસે આવેલું છે. હિમાલયની પહાડી અને બિયાસ નદીની વચ્ચે આવેલી કુલુની ખીણ વેલી ઓફ ગોડ્સ તરીકે ઓળખાય છે. હિમાચલપ્રદેશનું કસોલમાં જાવ તો ગોવા જેવી ફિલીંગ આવે ત્યાં સમુદ્ર તો નથી પરંતુ પહાડોની વચ્ચે આવેલી આ જગ્યા ખૂબસૂરત છે.

2. તવાંગ, અરૂણાચલપ્રદેશ
આ એક રીલીજીઅસ જગ્યા છે. અહીં પર્વતો, સાધુ અને એલ્પાઈનનો જોરદાર સમન્વય છે. અત્યાર સુધી આ જગ્યા કુદરતી સુંદરતાથી ભરપૂર છે અને હજી તેને ઔદ્યોગિક લાઈફસ્ટાઈલ હજી આવી નથી. અહીંયા જવાનો ખર્ચ એકદમ ઓછો થાય છે.

3. કન્યાકુમારી,તમિલનાડુ
તામિલનાડુનું કન્યાકુમારી લક્ષ્યદ્વીપ સમુદ્રના પશ્ચિમ ઘાટના કિનારે આવેલું સ્થળ છે. અહીં હિંદ મહાસાગર, બંગાળની ખાડી તથા અરબ સાગરનો ત્રિવેણી સંગમ થાય છે. ભારતના તીર્થસ્થળ તરીકે કન્યાકુમારી વિશ્વવિખ્યાત બન્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન