best places to buy bridal lehengas in delhi during wedding season
  • Home
  • Fashion & Beauty
  • લગ્ન માટે લહેંગા ખરીદવા માંગો છો? પહોંચી જાઓ દિલ્હીના આ બજારમાં

લગ્ન માટે લહેંગા ખરીદવા માંગો છો? પહોંચી જાઓ દિલ્હીના આ બજારમાં

 | 1:07 pm IST
  • Share

  • જાણી લો ક્યાં મળશે સૌથી સુંદર લહેંગા

  • દુલ્હન માટે લગ્નનો ડ્રેસ ખરીદવો સૌથી મુશ્કેલ બાબત

લગ્નમાં સૌથી અઘરું કામ દુલ્હન માટે વેડિંગ ડ્રેસ ખરીદવાનું હોય છે. લેટેસ્ટ ડિઝાઈનના લહેંગા દુલ્હનની પહેલી પસંદ છે. પણ તમને આવા ડિઝાઇનર લહેંગા ક્યાંથી મળશે? લગ્ન માટે યોગ્ય ખરીદી ક્યાં કરવી? જો તમે પણ લગ્નની આ સિઝનમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છો, તો હવે જાણી લો તમારા મનપસંદ લેટેસ્ટ લહેંગા ક્યાંથી મળશે.

દિલ્હીની આ બજારોમાં મળશે લગ્ન માટે શ્રેષ્ઠ લહેંગા

ચાંદની ચોક- લગ્નની ખરીદી માટે ચાંદની ચોક સૌથી વધુ લોકપ્રિય બજાર છે. અહીં માત્ર લેટેસ્ટ ડિઝાઈનના લહેંગા જ નહીં, પરંતુ લગ્નને લગતી દરેક ચીજવસ્તુઓ વાજબી કિંમતે મળી જશે. ઑનલાઇન જોવા મળતી લગભગ દરેક ડિઝાઇનના લહેંગા તમને અહીં મળી જશે.

હૌજ ખાસ- દક્ષિણ દિલ્હીમાં આવેલ હૌજ ખાસ ફેશન બુટિકનો ગઢ છે. હૌજ ખાસની ગલીઓમાં તમને દુલ્હનની દુકાનોની લાઈનો જોવા મળશે. અહીં Ogaan અને Ole Couture જેવા શોરૂમ્સ છે જ્યાં લહેંગાને જોઈને કોઈપણ દુલ્હનનું દિલ ખુશ થઈ જશે.

કરોલ બાગ- બ્રાઇડલ શોપિંગ માટે કરોલ બાગ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં કન્યા માટે લહેંગા, સૂટ અને સાડી સહિત દુલ્હનના વેડિંગ ડ્રેસ પણ પોસાય તેવા ભાવે મળશે. દુલ્હનની ખરીદી ફ્રન્ટિયર બજાર, છાબરા 555 અને મીના બજાર જેવી દુકાનો પર કરી શકાય છે.

લાજપત નગર- લાજપત નગર માર્કેટમાં પણ તમામ પ્રકારના બ્રાઈડલ લહેંગા મળી જાય છે. તમને અહીં પોકેટ ફ્રેન્ડલી કિંમતે સારા બ્રાઈડલ લહેંગા મળશે. લિબાસ અને રુદ્રાક્ષ જેવી ઘણી દુકાનો પર નિયત ભાવે સારા લહેંગા ઉપલબ્ધ છે. 

શાહપુર જાટ- શાહપુર જાટ ખાતે ટ્રેડિશનલથી લઈને વેસ્ટર્ન આઉટફિટ ખરીદી શકો છો. તમને અહીં આવા ઘણા ડિઝાઇનર્સ મળશે જેમની પાસે એકથી એક સુંદર બ્રાઇડલ લહેંગા હશે. રંગ, ડિઝાઇન અને સ્ટાઇલના મામલે, આ ડિઝાઇનર્સ તમને જરાય નિરાશ નહીં કરે.

સાઉથ એક્સ – સાઉથ એક્સ એ દિલ્હીના સૌથી મોંઘા અને લોકપ્રિય બજારોમાંનું એક છે. પરંતુ તે મિડ-રેન્જ બજેટ શોપિંગ પ્લેસ પણ છે. અહીં તમને દરેક બજેટ માટે લહેંગા મળશે. લહેંગા પર ડિઝાઈનર્સનું કામ જોઈને તમે ખુશ થઈ જશો. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો