betel of Nagarvel remove acne hair will be double-black at high speed
  • Home
  • Fashion & Beauty
  • નાગરવેલના પાનથી ત્વચા થશે ધોળી અને વાળ થશે બમણી ઝડપે લાંબા-કાળા

નાગરવેલના પાનથી ત્વચા થશે ધોળી અને વાળ થશે બમણી ઝડપે લાંબા-કાળા

 | 9:47 am IST

નાગરવેલના પાન આમ તો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ શુ તમે જાણો છો કે તે સ્કિનની સુંદરતા માટે પણ અસરકારક માનવામાં આવે છે. નાગરવેલના પાન સ્વાસ્થ્ય અને સ્કિન બન્ને માટે લાભદાયી છે. જો તમે તમારી ત્વચામાં પણ ચમક બનાવવા માંગો છો તો તમે નાગરવેલના પાનનો ઉપયોગ કરી શકો છો.

– નાગરવેલના પાનથી બનેલા હેરપેકનો ઉપયોગ કરવાથી તમને રાહત મળી શકે છે. જેના માટે પાનને નારિયેળ તેલ સાથે મિક્સ કરીને પીસી લો અને તેને માથા પર હળવા હાથે માલિશ કરો. આ તેલ વાળમાં એક કલાક લગાવીને રાખો તે બાદ વાળ ધોઇ લો. આ રીતે અઠવાડિયામાં બે વખત તેનો ઉપાય કરવાથી સારુ પરિણામ મળે છે.

– તેના ઉપયોગથી ચહેરા પર થનારા ખીલ અને તેના ડાઘને પણ દૂર કરી શકાય છે. જેના માટે તમને પાનની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી શકો છો. અને તે સૂકાઇ જાય તે પછી તેને પાણીથી ધોઇ લો. પાનમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુડ જીવાણુંઓને મારી નાખે છે અને ખીલની સમસ્યાને છૂટકારો આપે છે.

– ખંજવાળથી છૂટકારો મેળવવા માટે તમે પાનનો ઉપયોગ કરી શકો છો. તેમા રહેલા રસાણય ખંજવાળના કારકોને મારે છે અને તેના વિકાર પણ ખતમ કરે છે.

આ પણ જુઓ : ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટ પહોંચી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન