Bean in Dahod tween the Running Train and platform entangled the wom
  • Home
  • Videos
  • Featured Videos
  • ચાલતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે મહિલા ફસાઇ, જુઓ પછી શું થયું

ચાલતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે મહિલા ફસાઇ, જુઓ પછી શું થયું

 | 7:30 pm IST

દાહોદમાં ચાલુ ટ્રેને પગ લપસતા એક મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફરાઈ હતી. જોકે ત્યાં હાજર પોલીસ જવાને પોતાના જીવના જોખમે આ મહિલાને બચાવી છે. મહત્વનું છે કે રાત્રી દરમિયાન અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાંથી ચાલુ ટ્રેને ઉતરવા જતા મહિલાનો પગ લપસ્યો હતો. અને મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી ગઈ હતી.

ઘટના સમયે ત્યાં હાજર પોલીસ જવાન ભુરાભાઈનું ધ્યાન પડતાં તેમણે દોડીને મહિલાને બચાવી હતી. ટ્રેન રોકાઈ ત્યાં સુધી તેમણે મહિલાનો હાથ પકડી રાખ્યો હતો. ત્યાર બાદ ટ્રેન રોકાતા મહિલાને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી. ઘટના જોઈને આસપાસના મુસાફરો પણ દોડી આવ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.