ઘરે સાવ સસ્તામાં બનાવો આઇશેડો,આઇલાઇનર અને મસ્કરા - Sandesh
NIFTY 10,396.75 +169.90  |  SENSEX 33,840.32 +533.18  |  USD 64.9650 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ઘરે સાવ સસ્તામાં બનાવો આઇશેડો,આઇલાઇનર અને મસ્કરા

ઘરે સાવ સસ્તામાં બનાવો આઇશેડો,આઇલાઇનર અને મસ્કરા

 | 2:56 pm IST

કેટલીક યુવતીઓ ચહેરાની સુંદરતા યથાવત રાખવા માટે ઘરે બનેલી બ્યુટી પ્રોડક્ટ પસંદ કરે છે. કારણકે તેનાથી કોઇ પ્રકારનું નુક્શાન પણ થતું નથી. તમે આંખોના મેકઅપ માટે આઇશેડો, આઇલાઇનર અને મસ્કરા સહિત બજારમાંથી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરો છોય પરંતુ શુ તમને ખબર છે કે તે આ બ્યુટી પ્રોડક્ટ ઘરે સહેલાઇથી બનાવી શકો છો. આજે અમે તમને આ બ્યુટી પ્રોડક્ટ ઘરે કેવી રીતે બનાવાય અને જેનો ઉપયોગ કરવાથી તમારી આંખોને નુક્શાન પણ થશે નહીં.

આઇશેડો
ઘરે આઇશેડો બનાવવા માટે એક બાઉલમાં 1/2 ચમચી આરાનો લોટ લો. તેમા તમારી પસંદગીનો શેડનો પાઉડર ઉમેરી યોગ્ય રીતે મિક્સ કરો. હવે તેમા 1/2 ચમચી શિઆ બટર મિક્સ કરીને ક્રિમી થાય ત્યાં સુધી યોગ્ય રીતે મિક્સ કરો.

આઇલાઇનર
આઇલાઇનર બનાવવા માટે એક બાઉલમાં ત્રણ ચમચી નારિયેળ તેલ અને શિઆ બટર લઇને બ્લેક શેડ માટે તેમા અડધી ચમચી કોલસાનો પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા બ્રાઉન શેડ બનાવવા માંગો છો તો કોલસાની જગ્યાએ કોકો પાઉડરનો ઉપયોગ પણ કરી શકો છો.

મસ્કરા
મસ્કરા બનાવવા માટે એક પેનમાં 2 ચમચી નારિયેળ તેલ.4 ચમચી એલોવેરા જેલ અને બીસ્વેક્સ લઇને ધીમી આંચ પર તેને શેકો. તેને ત્યાં સુધી શેકતા રહો જ્યાં સુધી બીસ્વેક્સ પૂર્ણ રીતે ઓગળી ન જાય. હવે તેમા તમારી પસંદ પ્રમાણે કોકો પાઉડર ઉમેરી શકો લો. હવે તેને એક ટ્યૂબમાં ભરી ફીટ ઢાંકણ બંધ કરી લો. કારણકે તે જલદી સૂકાઇ જાય છે.