બચીને રહેવું આ 3 રાશિના લોકોથી, એક નંબરના હોય છે ખોટાબોલાં - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • બચીને રહેવું આ 3 રાશિના લોકોથી, એક નંબરના હોય છે ખોટાબોલાં

બચીને રહેવું આ 3 રાશિના લોકોથી, એક નંબરના હોય છે ખોટાબોલાં

 | 2:59 pm IST

‘કોઈના હિત માટે ખોટું બોલવામાં પાપ નથી’ આ સુફિયાણી વાત અનેકવાર કાને પડતી હોય છે. મોટાભાગના ખોટું બોલનારા લોકો આ વાતને જ આદર્શ માને છે. જો કે દર વખતે ખોટું બોલવાનો આશય આવો જ નથી હોતો, કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમને વાતવાતમાં ખોટું બોલવાની આદત હોય છે. પરિસ્થિતીને આધિન થઈને ખોટું બોલવું પડે તે અલગ બાબત હોય છે અને પોતાના સ્વાર્થ માટે ખોટું બોલવું અલગ વાત.

વર્તમાન સમયમાં એવી કોઈ વ્યક્તિ એવી નહીં હોય જેને ખોટું બોલવાની જરૂર ન પડી હોય. પરંતુ બાર રાશિમાંથી ત્રણ રાશિના જાતકો એવા હોય છે જે અવારનવાર ખોટું બોલે છે, પછી ભલે તેનાથી અન્યનું નુકસાન કેમ ન થાય. આ રાશિના જાતકો એટલા ચપળ હોય છે કે કોઈપણ તેમની વાતોમાં સરળતાથી આવી જાય અને તેના કપટને સમજવું પણ અશક્ય હોય છે. કઈ કઈ રાશિ છે આ જાણી લો આજે અને પછી રહેજો તેમનાથી સાવધાન.

મિથુન
12માંથી જો ખોટું બોલવાની વાત આવે તો સૌથી પહેલાં આવે છે મિથુન રાશિ. આ રાશિના જાતકો ખતરનાક હોય છે. તેઓ પોતાની લાગણી વ્યક્ત કરવામાં પાછળ નથી રહેતાં ભલે પછી તેના માટે ખોટું પણ બોલવું કેમ ન પડે ! જો કે આવું તેમનાથી અજાણતાં પણ થઈ જાય છે. આમ થવાનું કારણ આ રાશિ પરનો ગ્રહોનો પ્રભાવ હોય છે. આ રાશિ ચંચળ હોય છે તેથી તેઓ એક વાત પર લાંબો સમય ટકી નથી શકતાં. જો કે આ રાશિના જાતકોનું સત્ય પારખી શકવું મુશ્કેલ કામ હોય છે.

સિંહ
આ જાતકોને આકર્ષણનું કેન્દ્ર બનવામાં વધારે રસ હોય છે. તેના માટે તેઓ કંઈપણ કરી શકે છે. ખોટું બોલવું તો તેમના માટે સામાન્ય વાત છે. આ રાશિના જાતકો નાટક કરવામાં શ્રેષ્ઠ હોય છે. તેમને મિત્રો બનાવવા ગમે છે પરંતુ તેમની મિત્રતા મોટાભાગે ખોટી વાત પર શરૂ થાય છે.

મીન
પોતાના સ્વાર્થ અને લાભ માટે આ રાશિના જાતકો ખોટું બોલવામાં અચકાતાં નથી. પરંતુ જે વ્યક્તિ તેમના જીવનમાં ખાસ હોય છે તેમને આ રાશિના જાતકો છેતરતાં નથી. પરંતુ એવી કોઈ સ્થિતી સર્જાય તો તેઓ ખોટું બોલવામાં વિચાર કરતાં નથી અને તેઓ એટલા આત્મવિશ્વાસ સાથે ખોટું બોલે છે કે તેને કોઈ પકડી પણ શકતાં નથી.