social media users, including WhatsApp, Facebook, Instagram! There will be serious illness
  • Home
  • Featured
  • વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા વાપરનારાઓ સાવધાન! થશે ગંભીર બીમારી

વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા વાપરનારાઓ સાવધાન! થશે ગંભીર બીમારી

 | 2:44 pm IST

યુવાઓમાં ઝડપથી વધી રહેલા સોશિયલ મીડિયાના ઉપયોગના કારણે માનસિક બીમારીથી પીડિતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આપણા યુવા સરેરાશ અઢી કલાક સોશિયલ મીડિયા પર સમય પસાર કરી રહ્યા છે. ઘણા લોકોને એવી આદત હોય છે કે આખો દિવસ ફોન, ઇન્ટરનેટ, લેપટોપનો ઉપયોગ કર્યા કરે છે.

ડિજિટાઇજેશન બાદ હવે ઇન્ટરનેટ વગર આપણું કોઇ કામ પણ ચાલતું નથી, એવામાં તે આપણી જીંદગીનો મહત્વનો ભાગ બની ગયો છે. યુવાઓને તો તેની એવી આદત પડી ગઇ છે કે એક બે કલાક માટે તેમનો ફોન હાથથી છીનવી લો તો ગુસ્સે થઇ જાય છે. તેમનામાં બેચેની અને એન્જાઇટી વધી જાય છે. જે આગળ જતા માનસિક બીમારીનું રૂપ લઇ લે છે.

હાલમાંજ ધ લૈંસેટ નામની જર્નલમાં છપાયેલ એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે આવા યુવાઓ જે દિવસભરમાં ત્રણ વખતથી વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તેમની મેન્ટલ હેલ્થ સારી હોતી નથી. તે સાઇકોલૉજિકલ ડિસટ્રેસમાં રહે છે. ખાસ કરીને છોકરીઓ સ્વીકાર્યુ છે કે તે ખુશ રહેવાની જગ્યાએ તણાવમાં રહે છે. રિસર્ચ દરમિયાન કુલ 1200 યુવાઓ તેમા સામેલ કરવામાં આવ્યા હતા જેમણે પૂછવામાં આવ્યું કે દિવસભર તે કેટલી વખત તેમનું વોટ્સએપ, ફેસબુકસ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ચેક કરે છે. તેની પર ઘણા લોકોએ અલગ-અલગ જવાબ આપ્યો.

આખો દિવસમાં વધારે સમય આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ રહેનારી છોકરીઓનું કહેવું હતુ કે તેમને રાતે ઉંઘ આવતી નથી. વારંવાર વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ચેક કરવાનું મન કરે છે. આ તણાવ છોકરીઓમાં એટલા માટે પણ વધે છે કારણકે તે ઘણી વખત ટ્રોલ કે સાઇબર બુલિંગનો શિકાર થાય છે. જ્યારે છોકરાઓમં બીમારીની સંખ્યા થોડી ઓછી છે. જોકે, ડિપ્રેશન અને ઉંઘ ન આવવાની સમસ્યા તો હવે સામાન્ય થઇ ગઇ છે અને તેનું સૌથી મોટું કારણ સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયાની આભાસી દુનિયાએ લોકોને તેમની હકીકતની દુનિયાથી ખૂબ અલગ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન