Beware of the new threat of corona virusBeware of the new threat of
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Vishesh
  • કોરોના વાયરસના નવા ખતરાથી સાવધાન, હવાથી પણ ફેલાય શકે છે કોરોના

કોરોના વાયરસના નવા ખતરાથી સાવધાન, હવાથી પણ ફેલાય શકે છે કોરોના

 | 11:44 pm IST
  • Share

આજે તમને કોરોના વાયરસના નવા ખતરાથી સાવધાન કરવા છે. આજે તમને એ જણાવવું છેકે, કોઇને અડવા કે, કોઇનાથી વાત કરવા સાથે નહીં પરંતુ, તમે આ રોગથી પીડિત કોઇપણ રીતે થઇ શકો છો. એનું મુખ્ય કારણ છે કે, આ વાયરસ હવામાં ભળી ગયો છે અને હવાથી પણ ફેલાય શકે છે. કોઇપણ રીતે તમે સંક્રમિત થઇ શકો છો અને બિમાર પડી શકો છો. સૌથી ચિંતાજનક સ્થિતિ તો એ જેકે, હવે ગામડાઓ પણ સુરક્ષિત નથી રહ્યા. શહેરની બગડતી સ્થિતિ બાદ થતા પલાયન ગામડાઓના ગામડાઓ સંક્રમિત કરી રહ્યા છે. આજે વિશેષમાં આ સૂપરસોનિક વાયરસના આવનારા ખતરા વિશે જાણીએ અને હવામાં કેવી રીતે આ વાયરસ લોકોને બિમાર કરશે તેની હકિકત પણ જાણીએ.

જેનો ડર હતો એ જ થઇ રહ્યું છે. જે કોરોના અત્યાર સુધી શહેરોમાં મર્યાદિત હતો એ હવે નાના નાના ગામડાઓ સુધી પહોંચી ગયો છે. પરંતુ, પહેલા વાત કરીએ આ ખતરનાક વાયરસ હવે સૂપરસોનિક કેમ થઇ ગયો છે. અચાનક કેમ આ બિમારીએ રફ્તાર પકડી છે અને આ વાયરસ વધુ આક્રમક થઇને રેકોર્ડબ્રેક લોકોને બિમાર પાડી રહ્યો છે.

હવે આનું પરિણામ એ આવ્યું છેકે, શહેરોની જેમ ગામડાઓના ગામડાઓ સંક્રમિત થઇ રહ્યા છે. શહેરમાં સંક્રમિત લોકો માટે સ્વાસ્થ્ય સુવિધાઓ હાલ ઠેકાણા નથી એવામાં ગામડાઓ સંક્રમિત થતા સૌથી મોટી ચિંતા એ છેકે, લોકોના જીવ બચાવવા કેવી રીતે. હાલ સૌથી વધુ સંક્રમિતો ગામડાઓમાંથી જ સામે આવી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો