Beyoncé Dance In Isha Ambani's Pre Wedding Ceremony
  • Home
  • Featured
  • ઈશા અંબાણીનાં પ્રી-વેડિંગમાં બિયોન્સેનાં સેક્સી મૂવ્સ જોઈને થઈ જશો ગાંડા, જુઓ વિડીયો

ઈશા અંબાણીનાં પ્રી-વેડિંગમાં બિયોન્સેનાં સેક્સી મૂવ્સ જોઈને થઈ જશો ગાંડા, જુઓ વિડીયો

 | 11:31 am IST

અંબાણી પરિવારની દીકરી ઈશા અંબાણીનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન સમગ્ર દુનિયામાં ચર્ચામાં છે. ઉદયપુરમાં ચાલી રહેલા ઈશા અંબાણી અને આનંદ પીરામલનાં લગ્નનાં સેલિબ્રેશનમાં દેશ-વિદેશનાં સેલિબ્રિટી પહોંચ્યા છે. બોલીવુડની દરેક હસ્તી આ લગ્નમાં ડાન્સ કરતી જોવા મળી છે.

તો અમેરિકન સિંગર બિયૉન્સેએ પણ પોતાનાં અદ્ભુત પરફૉર્મન્સ દ્વારા સ્ટેજ પર આગ લગાવી દીધી હતી. આ ઇન્ટરનેશનલ સિંગરનાં પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં આવવાનાં સમાચાર પહેલાથી જ હતા. આ કારણે ત્યાં હાજર ગેસ્ટ અને નેટિજન્સ આ પરફૉર્મન્સનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બિયૉન્સે રવિવારે બપોરે ઉદયપુર પહોંચી હતી. બિયૉન્સે પોતાના સેક્સી મૂવ્સથી દરેકને પોતાના દીવાના કરી દીધા હતા. ઈશા અંબાણીનાં પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં શાહરૂખ-ગૌરી, ઐશ્વર્યા-અભિષેક, પ્રિયંકા-નિક, દીપિકા-રણવીર, સલમાન-કટરીના અને કરણ જોહર જેવી હસ્તીઓ પહોંચી છે. શાહરૂખ ખાન અને ગૌરી ખાને પણ ઈશા અંબાણીની સંગીત સેરેમનીમાં ડાન્સ કર્યો હતો.