after suffering miscarriages Beyonce opens up about lessons learned
  • Home
  • Featured
  • Photos: 23 વખત ગ્રેમી એવોર્ડ જીતનાર આ ગાયિકાનો સંબંધ તૂટ્યો, બે બે વખત ગર્ભપાત થતા છલકાયું દર્દ

Photos: 23 વખત ગ્રેમી એવોર્ડ જીતનાર આ ગાયિકાનો સંબંધ તૂટ્યો, બે બે વખત ગર્ભપાત થતા છલકાયું દર્દ

 | 7:54 am IST

અમેરિકાની સિંગર-સોન્ગરાઈટર બિયોન્સેના પ્રશંસકો દુનિયાભરમાં ફેલાયેલા છે. તેના પ્રશંસકો તમને દુનિયાના દરેક ખુણે ખાચરે મળી જશે. બિયોન્સે અંગે કહેવાય છે કે તે પોતાની અંગત લાઈફને વધારે પડતુ જાહેર નથી કરતી. જો કે પ્રશંસકો તેની અંગત જિંદગી અંગે જાણવા હંમેશા આતુર રહે છે. ચળકાટ ભરી જિંદગીની પાછળ જ્યારે તેણે ગર્ભપાતથી પોતાનું બાળક ગુમાવ્યુ તે દર્દ છલકાયુ હતુ.

બિયોન્સેએ વર્ષ 2008માં અમેરિકન રૈપર-સોન્ગરાઈટરથી લગ્ન કર્યા હતા. બિયોન્સેના પ્રશંસકો માટે લગ્ન કરવાના સમાચારને ખુબજ ખાનગી રાખ્યા હતા. પ્રેગનન્સી દરમિયાન તેણે બહુ બધી સમસ્યાઓનો સામનો કર્યો હતો.

અમેરિકન સિંગરે કહ્યુ કે જ્યારે જીવને મને બોધપાઠ શિખવ્યો ત્યારે જીવનની કેટલીક ક્ષણો એવી પણ આવી જેમા મારે ભારે મુશ્કેલીઓ વેઠવી પડી. મારા માટે તો જીવનનો અર્થ જ બદલાઈ ગયો.

એક ઈન્ટરવ્યુમાં તેની અંગત લાઈફ અંગે વાત કરતા આ સિંગરની આંખો છલકાઈ ઉઠી. તેણે કહ્યુ કે ભગવાને મને દર્દ રૂપી જે ભેટ આપી તેનો હું સ્વીકાર કરૂ છુ. ગર્ભપાત દરમિયાન મને ખબર પડી કે એક માંનું દર્દ શું હોય. પહેલા મે મારી જાતને એક માં તરીકે તૈયાર કરી.

બિયોન્સેની એક ખાસ વાત એ રહી છે કે તેના ગીતોમાં તે પોતાની રિયલ લાઈફનું વર્ણન કરે છે. બિયોન્સેએ સોંગ દ્વારા જ તેની માતા બનવાના સમાચાર આપ્યા. 2010 અને 2011માં જ્યારે બિયોન્સેએ ગર્ભપાત જેવી સમસ્યાઓ આવી ત્યારે તેણે પોતાના આલ્બમ ગ્લોરી અને ડોક્યુમેન્ટ્રીમાં પોતાના સંઘર્ષ વર્ણવ્યો હતો.

બિયોન્સે સોશિયલ મીડિયા પર પણ છવાયેલી રહે છે અને તેના પ્રશંસકોની લાંબી લચક યાદી છે. પોતાના શાનદાર પરફોર્મન્સ માટે બિયોન્સેને 23 વખત ગ્રેમી એવોર્ડ મેળવી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન