bhabanipur bypoll result tmc mamata banerjee west-beng
  • Home
  • Featured
  • વિધાનસભા પેટાચૂંટણી પરિણામ મમતા બેનર્જી 12000 મતથી આગળ

વિધાનસભા પેટાચૂંટણી પરિણામ મમતા બેનર્જી 12000 મતથી આગળ

 | 11:29 am IST
  • Share

  • પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 30 સપ્ટેમ્બરે પેટાચૂંટણી યોજાઇ હતી
  • બંગાળની હાઇ પ્રોફાઇલ સીટ ભવાનીપુર સહિત 3 વિધાનસભાઓમાં TMC અને BJP વચ્ચે સીધી ટક્કર
  • ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જીની લીડ હવે 12000 મતોને વટાવી ગઈ છે

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 30 સપ્ટેમ્બરની પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બંગાળની હાઇ પ્રોફાઇલ સીટ ભવાનીપુર સહિત 3 વિધાનસભાઓમાં TMC અને BJP વચ્ચે સીધી ટક્કર છે. TMC ચીફ મમતા બેનર્જી પોતે ભવાનીપુરથી મેદાનમાં છે. જો મમતા ચૂંટણી જીતશે તો તે મુખ્યમંત્રી પદ પર યથાવત રહેશે. જો અહીં કોઈ મોટી ઉથલપાથલ થાય તો મમતાએ CM પદ છોડવું પડશે.

મમતા બેનર્જી 12000 મતથી આગળ
ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જીની લીડ હવે 12000 મતોને વટાવી ગઈ છે. આ સાથે, ટીએમસી કાર્યકરો ઉજવણી કરવા લાગ્યા છે. આ પહેલા CM મમતા બેનર્જી પોસ્ટલ મતોની ગણતરીમાં ભવાનીપુરથી આગળ છે. આ સિવાય તૃણમૂલ કોંગ્રેસ શમશેરગંજ અને જંગીપુર બેઠક પર પણ આગળ ચાલી રહ્યું છે

ભાજપે પ્રિયંકા ટિબરેવાલને મમતા સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. TMC અને BJP બંને અહીંથી પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવે છે કે મમતા 50 હજાર મતોથી વિજય મેળવશે. બીજી બાજુ ભાજપ પણ મેદાનમાં બાજી મારવાનો દાવો કરી રહ્યું છે.

ભવાનીપુરમાં 21 રાઉન્ડની મતગણતરી બંગાળ, ભવાનીપુર, જંગીપુર અને શમશેરગંજની ત્રણ બેઠકોની પેટાચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. ભવાનીપુરમાં 21, જંગીપુરમાં 24 અને શમશેરગંજમાં 26 રાઉન્ડની મતગણતરી થશે. મત ગણતરી દરમિયાન અધિકારીઓને માત્ર પેન અને કાગળનો ઉપયોગ કરવાની છૂટ રહેશે. જો કે, રિટર્નિંગ અધિકારીઓ અને નિરીક્ષકો ફોનનો ઉપયોગ કરી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો