Actress saumya tandon latest photo shoot with her little kid cute photos
  • Home
  • Featured
  • Photos: સૌમ્યા ટંડને પુત્ર સાથે કરાવ્યુ ફોટોશૂટ, માતા-પુત્રનો પ્રેમ છલકાયો

Photos: સૌમ્યા ટંડને પુત્ર સાથે કરાવ્યુ ફોટોશૂટ, માતા-પુત્રનો પ્રેમ છલકાયો

 | 12:06 pm IST

ખુબજ ચર્ચામાં રહેલી ‘ભાભીજી ધર પર હૈ’ની લીડ એકટ્રેસ સૌમ્યા ટંડન એટલેકે અનીતા ભાભીએ 14 જાન્યુઆરીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આ એકટ્રેસ હાલ તેના બાળકનું બચપન એન્જોઈ કરી રહી છે. એકટ્રેસે પોતાના પુત્ર સાથે એક ફોટોશૂટ કરાવ્યુ છે જે હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યુ છે.

આ ખુબસુરત તસવીરોને લોકપ્રિય ફોટોગ્રાફર સચિન કુમારે ક્લિક કર્યુ છે. નાનકડા ક્યુટ મિરાનની આ તસવીરો દીલને સ્પર્શી જાય એટલી સુંદર છે. મિરાન તેની મા જેવોજ ગુડલુકીંગ છે.

સૌમ્યાએ પુત્રનું નામ મિરાન રાખ્યુ છે. મજેદાર વાત એ છે કે સૌમ્યાએ આ નામ તેના એક ફેનની સલાહ મુજબ રાખ્યુ છે. એકટ્રેસે પોતાના પુત્રનું નામ તેના એક ફેન જે સિંગાપુરમાં વસે છે તેના કહેવાથી રાખ્યુ છે.

તસવીરોમાં મિરાન ખુબજ ક્યુટ લાગે છે. આ ફોટાઓમાં માતા-પુત્રનું ખાસ બોન્ડીંગ જોવા મળ્યુ હતુ. બેટાને ગળે લગાવીને સૌમ્યા ખુબજ સુંદર લાગે છે. સૌમ્યાએ ડિસેમ્બર 2016માં બેંકર સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા હતા. દેવેન્દ્ર સિંહ કોલેજ કાળનો મિત્ર છે. બંનેએ ખુબજ ખાનગી રીતે લગ્ન કર્યા હતા.

સૌમ્યાએ ઘણી ટીવી સિરીયલોમાં કામ કર્યુ છે પણ તેને સફળતા કોમેડી શો ભાભીજી ઘર પર હેથી મળી હતી. શોમાં તે અનીતા ભાભીનો રોલ કરી રહી છે. સૌમ્યાએ ફિલ્મ ‘જબ વી મેટ’માં કરીના કપૂરની બહેનનો રોલ કર્યો હતો.

થોડા સમય પહેલા સૌમ્યાના ઘરે આગ લાગી હતી. એકટ્રેસે સોશિયલ મીડિયા પર ઘરનો કેટલોક ભાગ પણ શેર કર્યો હતો જ્યાં આગ લાગી હતી. જો કે આ આગમાં સૌમ્યાને કોઈ ખાસ નુકસાન થયુ ન હતુ. એક્ટ્રેસને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન