NIFTY 10,166.70 +122.60  |  SENSEX 32,949.21 +352.03  |  USD 64.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ICHRનાં પુસ્તકોમાં ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને શહીદનો દરજ્જો નહી

ICHRનાં પુસ્તકોમાં ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને શહીદનો દરજ્જો નહી

 | 8:11 pm IST

સ્વતંત્રતા સેનાની ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ભારત સરકાર દ્વારા હજી સત્તાવાર રીતે શહીદનો દરજ્જો આપવામાં આવ્યો નથી તેવો આરટીઆઈ એક્ટ હેઠળ પૂછવામાં આવેલા એક પ્રશ્નમાં ખુલાસો કરવામાં આવ્યો છે. આ આરટીઆઈ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ (ICHR) સમક્ષ રજૂ કરવામાં આવી હતી. (ICHR) દ્વારા નવેમ્બરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા પુસ્તકમાં ભગતસિંહ અને તેના સાથી બે શહીદોને કટ્ટરવાદી યુવાનો અને આતંકી દર્શાવવામાં આવ્યા છે.

અગાઉની સરકારોએ પણ આ ત્રણેય ક્રાંતિકારીઓની શહાદતને મહત્ત્વ ન આપ્યું
એ માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળ આવતી સંસ્થા છે. જેમના ચેરમેન ભારત સરકાર દ્વારા નિયુક્ત કરાય છે. અગાઉની સરકારો પણ આ ત્રણેય ક્રાંતિકારીઓની શહાદતને મહત્ત્વ આપતી ન હતી. આ શહીદોએ અનેક પેઢીઓને પ્રેરણા આપી છે. આરટીઆઈ હેઠળ જમ્મુના કાર્યકર રોહિત ચૈધરીએ પૂછયું હતું કે શું સરકાર દ્વારા ત્રણેયને શહીદનો દરજ્જો આપવામાં આવ્યો છે?

દિલ્હી યુનિર્વિસટીના પુસ્તકમાં રિવોલ્યુશનરી ટેરરિસ્ટ દર્શાવાયા
અગાઉ પણ શહીદ ભગતસિંહને આતંકી દર્શાવવા માટે વિવાદ સર્જાયો હતો. ગયા વર્ષે દિલ્હી યુનિર્વિસટીના ઈતિહાસના પુસ્તકમાં ભગતસિંહને ક્રાંતિકારી – આતંકવાદી દર્શાવવામાં આવ્યા હતા. આ પછી હોબાળો થતા તેના હિન્દી અનુવાદનાં વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અંગ્રેજીમાં ‘ઈન્ડિયાઝ સ્ટ્રગલ ફોર ઈન્ડિપેન્ડન્સ’ નામનું પુસ્તક છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી દિલ્હી યુનિર્વિસટીના અભ્યાસક્રમનો ભાગ હતું. આ પુસ્તકમાં ૨૦મા પ્રકરણમાં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સૂર્ય સેન અને અન્ય ક્રાંતિકારીઓને રિવોલ્યુશનરી ટેરરિસ્ટ દર્શાવવામાં આવ્યા છે. આ પુસ્તકમાં ચટગાંવનાં આંદોલનને આતંકવાદી કૃત્ય ગણાવાયું છે. જ્યારે બ્રિટિશ પોલીસ અધિકારી જોન સેન્ડર્સની હત્યાને પણ આતંકવાદી કૃત્ય ગણાવાયું છે.