બીમાર પડ્યા ભગવાન જગન્નાથ, હાલ તેઓ સારવાર હેઠળ! - Sandesh
  • Home
  • Astrology
  • બીમાર પડ્યા ભગવાન જગન્નાથ, હાલ તેઓ સારવાર હેઠળ!

બીમાર પડ્યા ભગવાન જગન્નાથ, હાલ તેઓ સારવાર હેઠળ!

 | 2:57 pm IST

ભગવાન જગન્નાથ સાથે ઘણી બધી વાર્તાઓ જોડાયલી છે અને તે બધી જ વાર્તામાં ભગવાન અને ભક્ત વચ્ચેના અતૂટ પ્રેમ અને વિશ્વસની લાગણી જોવા મળે છે. આવી જ એક પ્રથા છે ભગવાન જગન્નાથના બીમાર થવાને લઈને, જેમાં ભક્તો પોતાના ભગવાનને બીમાર માનીને નાના બાળકની જેમ તેમની સેવા કરે છે. દરમિયાન તેમને ચટપટી વસ્તુઓની જગ્યાએ દેશી વસ્તુઓથી બનેલો ઉકાળો તેમજ સીઝનલ ફળ અને ટિંડોળાનો જ્યુસ આપવામાં આવે છે. માન્યતા પ્રમાણે 15 દિવસની સારવાર બાદ ભગવાન જગન્નાથ સ્વસ્થ થઈ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે પાતાના માસીના ઘરે મળવા જાય છે.

જ્યેષ્ઠ પૂનમથી લઈને અમાસ સુધી તેમને બીમાર માનીને તેમની સેવા કરે છે. દરમિયાન મંદિર બંધ હોય છે અને ભગવાનને ફક્ત ઉકાળાનો ભોગ આપવામાં આવે છે. આવો તમને જણાવીએ આ પ્રથાના કારણો વિશે.

પૌરાણિક વાર્તા પ્રમાણે
પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે, રાજા ઇંદ્રદુયમ્ન પોતાના રાજ્યમાં ભગવાનની પ્રતિમા બનાવી રહ્યા હતા, તેમને જોયું કે, મૂર્તિ બનાવવા વાળા કામ પડતું મુકીને જતા રહ્યા છે. આ જોઇને રાજ રડવા લાગ્યા. ભગવાને ઇંદ્રદુયમ્નને દર્શન આપી કહ્યું કે, ‘રડો નહી. મે નારદને વચન આપ્યું હતું કે, બાળરૂપમાં હું આ આકારમાં જ પૃથ્વીલોક પર વિરાજમાન થઇશ.’ બાદમાં ભગવાને રાજાને હુકમ કર્યો કે, 108 મટકાના જળથી તેમનું અભિષેક કરવામાં આવે. ત્યારે જ્યેષ્ઠ માસની પૂનમ હતી. અને ત્યારથી જ આ પરંપરા ચાલી રહી છે કે, જો કોઈ બાળકને ઠંડા જળથી સ્નાન કરાવવામાં આવશે તો તે બીમાર પડી જશે. અને ત્યારથી જ જ્યેષ્ઠ માસની પૂનમથી લઈને અમાસ સુધી ભગવાનની બીમાર બાળકની જેમ સેવા કરવામાં આવે છે.

આ વર્ષે જ્યેષ્ઠ માસની પૂનમ 27 જૂનના રોજ હતી અને ત્યારથી જ ભગવાનને બીમાર માનીને તેમનું સારવાર ચાલી રહ્યું છે. રથયાત્રાથી એક દિવસ પહેલા તેઓ સ્વસ્થ થઈ જાય છે. તે પછી તેમને મંદિરના ગર્ભગૃહમાં લાવવામાં આવે છે.