ભૈયુજી મહારાજે અબજોની સંપત્તિ નામે કરનાર સેવક વિનાયક કોણ? જાણો અતથી ઇતિ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ભૈયુજી મહારાજે અબજોની સંપત્તિ નામે કરનાર સેવક વિનાયક કોણ? જાણો અતથી ઇતિ

ભૈયુજી મહારાજે અબજોની સંપત્તિ નામે કરનાર સેવક વિનાયક કોણ? જાણો અતથી ઇતિ

 | 4:25 pm IST

ભૈયુજી મહારાજની કથિત આત્મહત્યા બાદ તેમના નજીકના વિનાયક દુધાડેનું નામ ચર્ચામાં છે. સૂસાઇડ નોટ અનુસાર, આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજે તેને પોતાની સંપત્તિના ઉત્તરાધિકારીની ઘોષણા કરી છે. આ બાદથી જ હર કોઇ જાણવા ઇચ્છે છે કે આખરે વિનાયક દુધાડે કોણ છે?

ભૈયુડીનાં મૃત્યુ પહેલાથી જ લોકોએ વિનાયકનું નામ સાંભળ્યુ હતું. વિનાયક ભૈયુજીના સૌથી વિશ્વાસપાત્ર સહયોગીમાંથી એક છે. તેઓ મહારાષ્ટ્રનાં અહેમદનગર જિલ્લાના પારનેર તાલુકામાં સ્થિત એક ગામ લોની-હવેલીનાં રહેવાસી છે. વિનાયકનાં બાબા ભીકાજી ગણપત દુધાડેની શોધમાં અહેમદનગરથી મધ્યપ્રદેશ ચાલ્યા આવ્યા હતાં. ભીકાજીનાં ત્રણ પુત્રો હતાં. કાશીનાથ, ગોરખ અને વિષ્ણુ. જેમાથી કાશીનાથ ભૈયુજીના અનુયાયી છે. વિનાયક તે જ કાશીનાથનાં પુત્ર છે.

ભૈયુજી મહારાજ સાથે આવી રીતે જોડાયા વિનાયક
2002-03માં કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કાશીનાથે વિનાયકને ઇંદોર પરત બોલાવી લીધા. તેમને વિશ્વાસ હતો કે ભૈયુજી મહારાજ તેમને સારી નોકરી અપાવવામાં મદદ કરશે. ઇંદોર આવ્યા બાદ વિનાયકે ભૈયુજીના આશ્રમમાં વર-જવર કરવાનું શરૂ કરી દીધુ. ઇમાનદાર, સમયના પાબંધ, વફાદાર અને મૃદુભાષી વિનાયકે ખુબ જ જલ્દી ભૈયુજી મહારાજનું દિલ જીતી લીધું.

ભૈયુજીના પારિવારિક મામલાઓમાં પણ દખલ
ખુબ જ ઓછા સમયમાં વિનાયક ભૈયુજી મહારાજનાં સૌથી નજીકનાં લોકોમાં સામેલ થવા લાગ્યા. આ દરમિયાન ભૈયુજીએ પોતાના આશ્રમનાં તમામ નાણાકિય વ્યવહારનાં અધિકાર વિનાયકને આપી દીધા. માત્ર આટલું જ નહી ભૈયુજીનો હાથ માથા પર હોવાથી વિનાયકે તેમના કુંટુંબી મામલામાં પણ દખલ આપવાનું શરૂ કરી દીધુ. હવે ભૈયુજી મહારાજના કથિત આત્મહત્યા પ્રકરણમાં વિનાયકને તમામ નાણાકિય અધિકાર આપવાની વાત છે. આ સાથે જ દેશભરમાં વિનાયકના નામની ચર્ચા થઇ રહી છે.