છેલ્લા 1 મહિનામાં ત્રણ પ્રખ્યાત વ્યક્તિઓએ કરી આત્મહત્યા !!!, શું જીવ આટલો સસ્તો છે? - Sandesh
  • Home
  • Featured
  • છેલ્લા 1 મહિનામાં ત્રણ પ્રખ્યાત વ્યક્તિઓએ કરી આત્મહત્યા !!!, શું જીવ આટલો સસ્તો છે?

છેલ્લા 1 મહિનામાં ત્રણ પ્રખ્યાત વ્યક્તિઓએ કરી આત્મહત્યા !!!, શું જીવ આટલો સસ્તો છે?

 | 5:10 pm IST

હજી ગઈકાલે જ હિમાંશુ રોયની આત્મહત્યાને મહિનો થયો છે ત્યાં તો દેશના સૌથી પ્રખ્યાત ધર્મગુરૂ ભૈયુજી મહારાજે આત્મહત્યા કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે. ગલેમરની દુનિયાની છોડી શાંતિની શોધમાં આધ્યાત્મનો રસ્તો અપનાવનારા ભૈયુજી મહારાજના મૃત્યુથી તમામ લોકો સત્બ્ધ છે. મંગળવારે તેમણે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી. ભૈયુજીના લાખો-કરોડો ચાહનારાઓ હતા. ભૈયુજીના મૃત્યુથી તેમના સમર્થકોમાં નિરાશા છવાઈ છે. દેશમાં એક મહિનામાં ત્રણ પ્રખ્યાત વ્યકિતોએ આત્મહત્યા કરી લીધી છે.

ભૈયુજી પહેલા એવા વ્યક્તિ નથી જેમણે આત્મહત્યા કરી હોય. મે મહિનામાં દેશના બે સુપર કોપે પણ પોતાની જાતે જ ગોળી મારીને આત્મહત્યા કરી હતી. જેમાં પહેલા મુબંઈમાં સુપર કોપ તરીકે ઓળખાતા પ્રખ્યાત IPS ઓફિસર હિમાંશુ રોયએ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી. 12 મેના રોજ મુંબઈમાં પોતાના ઘરમાં જ ગોળીમારીને જીવન ટૂંકાવ્યું હતું. હિમાંશુ રોયએ અનેક મામલાઓમાં ખુલાસો કર્યો. તેઓ એક સેલિબ્રેટી આઈપીએસ ઓફિસર પણ કહેવાતા.

આ પ્રણાણે જ ઉત્તર પ્રદેશ પોલીસમાં કાબિલ પોલીસ અધિકારી તરીકે ઓળખાતા રાજેશ સહાનીએ પણ ખુદને ગોળી મારી આત્મહત્યા કરી લીધી. હંમેશા ચહેરા પર સ્મિત રાખનાર આઈપીએસ ઓફિસના મૃત્યુથી સમગ્ર આઈપીએસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો. તેમણે 29 મેના પોતાની ઓફિસમાં જ આત્મહત્યા કરી હતી. રાજેશ સહાની એક આઈએસઆઈ એજન્ટને ઝડપીને ચર્ચામાં આવ્યા હતા. આમ એક મહિનામાં ત્રણ લોકોના મૃત્યુથી ભારે ચર્ચા જાગી છે.

આ ત્રણેય વ્યક્તિઓના જીવનમાં જો જોવામાં આવે તો એક વસ્તુ જોવા મળશે. એક વ્યક્તિને જે પદ, પ્રતિષ્ઠા અને પૈસાની ચાહત હોય છે, તે ભૈયુજીથી લઈ સાહની ત્રણેય પાસે હતું. પરંતુ તેમના મોત માટે એક જ કારણ જોવા મળી રહ્યું છે અને તે છે તણાવ. આ તણાવ જેને ત્રણેય વ્યક્તિનો એકલા મુકી દીધા અને તેમનો જીવ લીધો છે. આ માટે તમે પોતાના જીવનમાં તણાવ ન લેવો જોઇએ અને પોતાને એકલતાંનો શિકાર બનાવાતા. જીવન ખુબસૂરત છે તેને માણશો તો મજા છે અને બે લોકો સાથે પોતાની વાત શેર કરશો તો દુખ હળવું થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન