ભૈયુજી મહરાજની પુત્રીએ આપ્યા મુખાગ્નિ, પંચમહાભૂતમાં થયા વિલીન - Sandesh
  • Home
  • Featured
  • ભૈયુજી મહરાજની પુત્રીએ આપ્યા મુખાગ્નિ, પંચમહાભૂતમાં થયા વિલીન

ભૈયુજી મહરાજની પુત્રીએ આપ્યા મુખાગ્નિ, પંચમહાભૂતમાં થયા વિલીન

 | 5:52 pm IST

આખરે ભૈયુજી મહારાજના બુધવારે ભમોરી સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમની દીકરી કુહૂએ તેમને મુખાગ્નિ આપી હતી. આ પહેલાં નશ્વર દેહને અંતિમ દર્શન માટે તેમના સૂર્યોદય આશ્રમમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે અને પંકજા મુંડે સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. ભૈયુજી મહારાજે મંગળવારે બપોરે પોતાના સ્પ્રિંગ વેલી સ્થિત ઘરમાં લમણે ગોળી મારી આત્મહત્યા કરી હતી.

મંગળવારે ભૈયુજી મહારાજે પોતાના નિવાસસ્થાને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી.ભૈયુજી મહારાજનું નશ્વર દેહ ઈન્દોરમાં તેમના આશ્રમમાં બપોર સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જે બાદ વિજય નગર સ્થિત ભમોરી મુક્તિ ધામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજની અંતિમ યાત્રા તેમના સર્વોદય આશ્રમથી રવાના થઈ. ફુલોથી શણગારેલા વાહનમાં ભૈયુજી મહારાજના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો.

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવલે, ધારાસભ્ય રમેશ મેંદોલા, મહેન્દ્ર હાર્ડિયા, અલવરના ધારાસભ્ય નરેન્દ્ર શર્મા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઓએસડી શ્રીકાંત, મધ્યપ્રદેશ સરકારમાં દરજ્જો મેળવનાર મંત્રી કોમ્પ્યુટર બાબા, કોંગ્રેસ નેતા શોભા ઓઝા, ઈન્દોરની મહાપૌર માલિની ગૌડ, કલેકટર નિશાંત વરવડે અને DIG હરીનારાયણાચારી મિશ્રાએ ભૈયુજી મહારાજને શ્રદ્ધાંજલિ આપી.

ભૈયુજી મહારાજના અંતિમ દર્શન માટે મોટી સંખ્યમાં તેમના ભક્તો, ફોલોઅર્સ ઈન્દોર પહોંચ્યા હતા. બુધવારે આશ્રમ અને તેમના ઘરની બહાર અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પોતાના ગુરૂની એક ઝલક માટે હજાર ભક્તો બાપટ ચોક સ્થિત સર્વોદય આશ્રમ પહોંચ્યા હતા. ભક્તોમાં મહિલાઓ અને બાળકો પણ હતા.