બાળકો માટે આ રીતે ઘરે બનાવો 'ભાખરી પિઝા' - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Food & Travel
 • બાળકો માટે આ રીતે ઘરે બનાવો ‘ભાખરી પિઝા’

બાળકો માટે આ રીતે ઘરે બનાવો ‘ભાખરી પિઝા’

 | 7:22 pm IST

આપણે હંમેશા વિચારીએ છીએ બાળકોને એવો નાસ્તો આપીએ જે શરીર માટે હેલ્ધી અને તેમને ભાવે તેવો હોવો જોઈએ. તો આજે આપણે બનાવી રહ્યાં છે તે ‘ભાખરી પિઝા’

સામગ્રી
5 મોટા ચમચા ઘઉંનો લોટ
1 કપ સોસ
2 ક્યૂબ ચિઝ
1 ટામેટુ
1 ડુંગળી
1 કપ ગ્રીન ચટણી
1 કેપ્સિકમ
1 ટેબલ સ્પૂન લાલ મરચુ
મીઠુ સ્વાદઅનુસાર

બનાવવાની રીત

 • સૌ પ્રથમ ઘઉંના લોટમાં થોડુ સ્વાદ અનુસાર મીઠું મરચું ભેળવી કઠણ કણક તૈયાર કરો
 • આ કણકના લુવા પાડી લો તેમાંથી એક મોટો અને જાડો રોટલો તૈયાર કરો
 • હવે આ રોટલો ઓવનમાં શેકો ઓવન ન હોય તો તમે નોનસ્ટીક પર વાસણ ઢાંકી રોટલો ભાખરી જેવો કડક શેકી શકો
 • હવે આ રોટલા પર ગ્રીન ચટણી એને સોસ લગાવો
 • તેની ઉપર ડુંગળી ટામેટા કેપ્સિકમના ઝીણા ટુકડા ઉમેરો
 • હવે ચિઝ ઝીણીને પાથરો
 • આ રોટલાને ફરી એક વખત ગેસ પર ઢાંકીને મુકો જ્યા સુધી ચિઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી તેને ગરમ થવા દો
 • આ ગરમ ગરમ ‘ભાખરી પિઝા’ તમારા બાળકને સર્વ કરો