Bhakti Video of Get rid of ominous signals this way
  • Home
  • Featured
  • VIDEO: શુભ કાર્યો વખતે જો અશુભ સંકેતો આવે તો આવી રીતે મુક્તિ મેળવી શકશો, જાણો ઉપાય

VIDEO: શુભ કાર્યો વખતે જો અશુભ સંકેતો આવે તો આવી રીતે મુક્તિ મેળવી શકશો, જાણો ઉપાય

 | 8:24 am IST

આજે શનિવારે ભજીશુ પવનપુત્રને સાથે જ કરીશુ ઉપાસના સૂર્યપુત્ર શનિદેવની. ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા સમજાવશે શુભ કાર્યોમાં થતા અશુભ સંકેતોથી મુક્તિનો સરળ ઉપાય. સૂર્યના જે પુત્ર છે. ન્યાયના જે દેવતા છે એવા શનિદેવની કૃપા જેના પર થાય તેના ભવોભવના પાપ દુર થાય છે.

પોતાની વક્રદ્રષ્ટિથી જે દેવોને પણ ભય પમાડે છે એવા શનિદેવના જો આશીર્વાદ મેળવવા હોય તો સાચા મનથી સાધકે ભજન કિર્તનમાં મન લીન કરવું પડે. જેમાં શુભ કાર્યોમાં અડચણરુપ જો અશુભ સંકેતો જોવા મળે તો તેનાથી મુક્તિનો સરળ ઉપાય જાણીશુ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી.

સનાતન ધર્મમાં પૂજન વિધિ અને હોમ હવનનું ઘણુ જ મહત્વ કહ્યુ છે. પરંતુ શુભ કાર્યો વખતે વિઘ્ન પણ આવતા હોય છે. એવા જ અશુભ સંકેતો જો આપને પણ અનુભવાય તો તેનાથી મુક્તિ કેવી રીતે મેળવવી. આવો જાણીએ આ વિશેની જ ખાસ વાત, શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન