Shivji likes Bhang, do you know why
  • Home
  • Astrology
  • શિવને વહાલી ભાંગ બની હતી અમૃતમાંથી, તે શાંત કરે છે શરીરમાં દાહ

શિવને વહાલી ભાંગ બની હતી અમૃતમાંથી, તે શાંત કરે છે શરીરમાં દાહ

 | 7:05 pm IST

શિવજીને પ્રસન્ન કરવા ભાંગ ચઢાવવામાં આવે છે. શિવને પ્રિય વસ્તુઓમાં ભાંગનો સમાવેશ થાય છે.  તો જાણી લો તમે પણ કે શું કામ શિવજીને પસંદ છે ભાંગ.

ભગવાન શિવને પ્રિય વસ્તુઓમાં ધતુરો, રૂદ્રાક્ષ, ભસ્મ, ભાંગનો સમાવેશ થાય છે. હિંદૂ પુરાણોમાં પણ ભગવાન શંકરની પ્રિય ભાંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રાચીન કથાઓમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે દેવતાઓ હંમેશા સોમરસનું સેવન કરતાં હતાં. તેના પર દાનવોની નજર હતી અને તેને પામવા માટે દેવો અને દાનવોનું યુદ્ધ પણ થયું હતું. આ સોમરસ અને ભાંગ બંન્ને એક જ છે.

કેવી રીતે થયો હતો ભાંગનો જન્મ
આપણા વેદમાં એવો ઉલ્લેખ પણ જોવા મળે છે કે જ્યારે સમુદ્રમંથન થયું ત્યારે તેમાંથી જ્યારે અમૃત નિકળ્યું ત્યારે તે મેળવવા પડાપડી થઈ હતી. અમૃતકુંભને પાતાળ લોકમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે ગરુડજીએ અમૃત કુંભને લઈ આવ્યા હતા. રસ્તામાં એક ટીપું મદ્ર પર્વત પર પડ્યું હતું. ત્યાં એક છોડ ઊગી નિકળ્યો હતો. આ છોડના ફળમાંથી બનાવેલા રસનું સેવન દેવતાઓ કરવા લાગ્યા હતા. શિવજીએ જ્યારે પહેલી વાર પીધી ત્યારે સમુદ્રમંથનમાંથી નિકળેલા વિષને પીવાથી શરીરમાં જે બળતરા થવા લાગી હતી તે શાંત થઈ હતી. જેને પરિણામે શિવજી તે છોડને હિમાલયમાં પણ લાવ્યા હતા. તેથી શિવજીને ભાંગ પસંદ છે.

શિવજી હંમેશા ધ્યાનમાં મગ્ન રહે છે અને તેમને આ કામમાં ભાંગ મદદ કરે છે. તેનાથી તેઓ હંમેશા પરમાનંદમાં રહે છે. તેઓ કોઈપણ સમયે ધ્યાનમાં લીન થઈ જાય છે. વળી તે સંક્રમણ(ફરી ફરીને ઉથલો મારતા) પ્રકારના રોગોમાં પણ રાહત આપે છે.