આવતી કાલે ભારત બંધ, તમામ રાજ્યો-કેન્દ્ર સાશિત પ્રદેશોને એલર્ટ રહેવા કેન્દ્રની સુચના - Sandesh
NIFTY 10,605.15 +91.30  |  SENSEX 34,924.87 +261.76  |  USD 67.7750 -0.57
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • આવતી કાલે ભારત બંધ, તમામ રાજ્યો-કેન્દ્ર સાશિત પ્રદેશોને એલર્ટ રહેવા કેન્દ્રની સુચના

આવતી કાલે ભારત બંધ, તમામ રાજ્યો-કેન્દ્ર સાશિત પ્રદેશોને એલર્ટ રહેવા કેન્દ્રની સુચના

 | 6:39 pm IST

સોશિયલ મીડિયા પર કેટલાક ગ્રુપ દ્વારા આવતી કાલે 10 એપ્રિલે બોલાવવામાં આવેલા ભારત બંધના અહેવાલો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોઈ પણ પ્રકારની હિંસક ઘટનાઓ અને અન્ય ગતિવિધિઓ અટકાવવા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના આદેશ આપ્યા છે.

સાથે જ ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, જરૂરિયાત પડતા હિંસા રોકવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તમામ પ્રકારના પગલાં પણ લઈ શકે છે.

2 એપ્રિલે દેશભરમાં કેટલાક દલિત સંગઠનો દ્વારા ભારત બંધનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં હિંસા થઈ હતી અને એક ડઝનથી વધારે લોકોના મોત નિપજ્યાં હતાં. આ આંદોલનના જવાબ અને વિરોધના ભાગરૂપે જનરલ અને ઓબીસી એટલે કે સુવર્ણ સંગઠનો દ્વારા ભારત બંધની માંગણી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ બાબતેના મેસેજ પણ ફરતાં થયાં છે. આ મેસેજમાં ‘અનામત હટાવો’ની માંગણી કરતાં દેશભરમાં કરવામાં આવી રહેલા પ્રદર્શનોમાં શામેલ થવા આહવાન કરવામાં આવ્યું છે.

હિંસા થઈ તો જિલ્લાધિકારી, પોલીસ કમિશ્નર જવાબદાર

ગૃહમંત્રાલયે સાવચેતીના પગલારૂપે સોમવારે એડવાઈઝરી બમ્હાર પાડી અને કહ્યું છે કે, જો જરૂર પડે તો પેટ્રોલિંગ વધારી દેવામાં આવે, પરંતુ કાયદો અને વ્યવથા બની રહેલી જોઈએ. કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની હિંસા અને જાન-માલને નુંકશાન ન થવું જોઈએ. એડવાઈઝરીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ વિસ્તારમાં થનારી હિંસા માટે જિલ્લાઅધિકારી અને પોલીસ કમિશ્નર વ્યક્તિગત રૂપે જવાબદાર ઠરશે.

ગૃહમંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરી છે. જમાં કેટલાક ગૃપ દ્વારા સોશિયલ મીડિયામાં 10 એપ્રિલે ભારત બંધને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં ભરવામાં આવે. આ ઉપરાંત તમામ રાજ્યોને પણ કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ઘટતી રોકવા માટે સુરક્ષા વધારી દેવા અને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા જણાવવામાં આવ્યું છે.

હાપુડમાં ઠપ રહેશે ઈંટરનેશ સેવા

10 એપ્રિલે ભારત બંધના અહેવાલો વચ્ચે હાપુડના જીલ્લાધિકારીએ એડવાઈઝરી જાહેર કરતા કહ્યું છે કે, આજે સાંજથી લઈને આવતી કાલ સાંજે 6 વાગ્યા સુધી શહેરમાં ઈંટરનેટ સેવાઓ ઠપ્પ રહેશે.