Bharat Bandh: Rahul Gandhi Offers Ganga Jal To Gandhi Samadhi At Rajghat
  • Home
  • Featured
  • ભારત બંધ: બાપુની સમાધિ પર પહોંચતા જ રાહુલ ગાંધીએ ખિસ્સામાંથી કાઢી બોટલને પછી..

ભારત બંધ: બાપુની સમાધિ પર પહોંચતા જ રાહુલ ગાંધીએ ખિસ્સામાંથી કાઢી બોટલને પછી..

 | 10:39 am IST

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરોધમાં કૉંગ્રેસના નેતૃત્વમાં 21 વિપક્ષી દળોના ભારત બંધ દરમ્યાન દેશની સૌથી જૂની પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજઘાટ પર જઇ રાષ્ટ્રપતિ મહાત્મ ગાંધીને પોતાના શ્રદ્ધાસુમન અર્પિત કર્યા. કૈલાસ માનસરોવર યાત્રાથી પાછા આવેલા ‘શિવભકત’ રાહુલ 20 પક્ષોના વિપક્ષી નેતાઓની સાથે રાજઘાટ પહોંચ્યા અને ત્યાં બાપુને શ્રધ્ધાંજલિ આપી. રાહુલે પોતાની સાથે કૈલાસ માનસરોવર તળાવથી પાણીને લાવી બાપુની સમાધિ પર ચઢાવ્યું.

રાજઘાટ જવા દરમ્યાન રાહુલની સાથે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદ અને વરિષ્ઠ કૉંગ્રેસ નેતા અશોક ગેહલોતની સાથે હતા. રાહુલે રાજઘાટ પર સૌથી પહેલાં બાપુની સમાધિ પર ફૂલ ચઢાવ્યા. પછી પોતાના જમણા ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની બોટલ કાઢી અને તેમાં રાખેલું જળ સમાધિર પર ચઢાવ્યું. જળ ચઢાવ્યા બાદ રાહુલે બાપુને નમન કર્યા અને પછી નીચે રાખેલી બોટલને પોતાના હાથમાં ઉઠાવી ચાલવા લાગ્યા.

રાહુલે ત્યારબાદ રાજઘાટથી રામલીલા મેદાનના પગપાળા યાત્રામાં ભાગ લીધો. રાહુલની સાથે 20 વિપક્ષી દળના નેતાઓએ પણ આ માર્ચમાં ભાગ લીધો. આપને જણાવી દઇએ કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કૉંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યું છે.