NIFTY 10,327.80 +0.90  |  SENSEX 33,526.85 +48.50  |  USD 64.7150 -0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • કોંગ્રેસના નેતાઓ દિલ્હી દોડયા, ઉમેદવારો મામલે આજે બેઠક

કોંગ્રેસના નેતાઓ દિલ્હી દોડયા, ઉમેદવારો મામલે આજે બેઠક

 | 9:46 am IST

ગુજરાત વિધાનસભાની પહેલાં તબક્કાની ૮૯ બેઠકો પૈકી કોંગ્રેસ હાઈકમાન્ડે ૭૦ નામો જ ફાઈનલ કર્યા છે ત્યારે ઉમેદવાર પસંદગી પ્રક્રિયાને આગળ ધપાવવા મંગળવારે સાંજે ૪ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિપક્ષી નેતા મોહનસિંહ રાઠવા દિલ્હી દોડી ગયા છે. હાઈકમાન્ડે બુધવારે સાંજે ચાર વાગ્યે વિધિવત્ રીતે બેઠક બોલાવી છે. આ બેઠક પહેલાં મોડી રાતે ઔપચારિક ચર્ચાઓનો દોર જામ્યો હતો.

હાઈકમાન્ડના તેડાને પગલે પ્રદેશના નેતાઓ, પ્રભારી દિલ્હીમાં ધામા
પહેલાં તબક્કાની ૮૯ બેઠકો માટે જાહેરનામું બહાર પડી ગયું છે અને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે બુધવારે સાંજે સ્ક્રિનિંગ કમિટીની બેઠક બોલાવી છે. હાઈકમાન્ડના તેડાને પગલે પ્રદેશના નેતાઓ, પ્રભારી દિલ્હીમાં ધામા નાખીને બેઠા છે. મોડી રાતે એહમદ પટેલ સહિતના આગેવાનો સાથે ઉમેદવાર પસંદગી બાબતને લઈ ઔપચારિક ચર્ચા-વિચારણાનો દોર ચાલ્યો હતો.

પ્રથમ તબક્કામાં ૭૦ નામોને પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધીએ લીલી ઝંડી આપી છે
હાઈકમાન્ડ માટે માથાના દુઃખાવા સમાન બનેલી આ પસંદગી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે, પ્રથમ તબક્કામાં ૭૦ નામોને પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધીએ લીલી ઝંડી આપી છે, હવે બાકી ઉમેદવારોના નામો પર ચર્ચા વિચારણા કરીને હાઈકમાન્ડ સમક્ષ મુકાશે. સ્ક્રિનિંગ કમિટી બાદ કોંગ્રેસ ર્વિંકગ કમિટીની બેઠક મળશે, જેમાં નામો પર આખરી મ્હોર મારવામાં આવશે. મહત્ત્વનું છે કે, રાહુલની ટીમોએ કરેલા સર્વેને પણ ખાસ ધ્યાનમાં રખાઈ રહ્યા છે.