Bharat trailer: Starts with Nehru's voice, Salman Khan's look is tremendous
  • Home
  • Entertainment
  • Bollywood
  • ભારત ટ્રેલર: નેહરુના અવાજથી શરૂઆત, જબરદસ્ત છે સલમાન ખાનનો લુક

ભારત ટ્રેલર: નેહરુના અવાજથી શરૂઆત, જબરદસ્ત છે સલમાન ખાનનો લુક

 | 3:56 pm IST

સલમાન ખાનની મચઅવેટેડ ફિલ્મ ભારતનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં કેટરીના કેફ, દિશા પટની, તબ્બુ, સુનીલ ગ્રોવર લીડ રોલમાં છે. ભારતને સિનેમાઘરોમાં 5 જૂને રિલીઝ કરવામાં આવશે. અલી અબ્બાસ જફરના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ કોરિયન મૂવી ઓડ ટૂ માઇ ફાધરનું હિન્દી રિમેક છે. ફિલ્મના ટિઝર અને લુક પોસ્ટર્સ પહેલાથી ચર્ચામાં છે.

3 મિનિટ 11 સેકન્ડના ટ્રેલરની શરૂઆત દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુના ડાયલોગથી થાય છે. ટ્રેલર પાવર પૈક્ડ અને એગેજિંગ છે. આખા ટ્રેલરમાં સલમાન જ છવાયેલા છે. ટ્રેલરમાં સલમાન ખાન સિવાય કેટરીના કેફ, દિશા પટની, સુનીલ ગ્રોવર અને જેકી શ્રોફની ઝલક જોવા મળે છે. સલમાન ખાન અને કેટરીના કેફની રોમેન્ટિક કેમેસ્ટિરી જોવા મળે છે.

ફિલ્મમાં સલમાન ખાન ભારતનો રોલ અદા કરી રહ્યા છે. જેની જિંદગી રંગીન રહી છે. ફિલ્મમાં ભારતની જિંદગીના 71 વર્ષના સફરને બતાવવામાં આવશે. ટ્રેલરમાં સલમાન ખાન અને કેટરીના કેફ વચ્ચે ફિલ્માવવામાં આવેલા સંવાદ દમદાર છે. કેટરીના કેફનું લુક ઇમ્પ્રેસિવ છે. ટ્રેલરમાં કેટરીના-સુનીલ ગ્રોવર અને દિશા પટનીને સારો સ્પેસ મળ્યો છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક દમદાર છે. ટ્રેલરમાં સલમાન ખાનના ઘણા લુક્સ જોવા મળે છે. ભારતમાં દર્શકો માટે એન્ટરટેનમેન્ટનો એક ભાગ પણ છે. સલમાનખાનની મસાલા ફિલ્મમાં એક્શન, રોમાન્સ, રોમાન્ચ, દેશપ્રેમ, કોમેડીની ફ્લેવર રહેલી છે.

70 વર્ષ પહેલા જ્યારે ભારત બન્યું ત્યારે પણ સલમાન ખાનના પાત્ર ભારતની લાઇફનો પણ સફર શરૂ થયો. ભારતની લાઇફના આ 71 વર્ષ બિલકુલ રંગીન રહ્યા છે. ટ્રેલરની વચ્ચે ભારત બન્યા બાદ નેહરુની સ્પીચ અને તેમના નિધનની ખબરના પ્રસારણની ક્લિપનો ઉપયોગ કર્યો છે. દેશના મિજાજ અનુસાર જ ભારતની લાઇફનો સફર આગળ વધે છે. ફિલ્મની કહાની ભારત-પાકિસ્તાનના વિભાજનની વચ્ચે ફરે છે. જ્યાંથી ફિલ્મની કહાની તેનો રુખ બદલે છે. ટ્રેલરમાં ભારતના દેશપ્રેમને બતાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન