Bharati Singh and Kiku Sharda doing Belly Dance in Kapil Sharma Birthday Party
  • Home
  • Videos
  • Featured Videos
  • કપિલ શર્માની બર્થડે પાર્ટીમાં ભારતી સિંહ અને કીકૂ શારદાએ કર્યો ગજબનો ડાન્સ, જુઓ Video

કપિલ શર્માની બર્થડે પાર્ટીમાં ભારતી સિંહ અને કીકૂ શારદાએ કર્યો ગજબનો ડાન્સ, જુઓ Video

 | 8:57 pm IST

કોમેડી કિંગ કપિલ શર્માનો મંગળવારે બર્થડે હતો. કપિલની બર્થડે પાર્ટીમાં મીકા સિંહ, નવરાજ હંસ, ઋચા શર્મા જેવા સિંગર્સની સાથે-સાથે તેના કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ના સાથી કલાકાર કીકૂ શારદા, ભારતી સિંહ પણ સામેલ હતા. ઉપરાંત કપિલે તેની પત્ની ગિન્ની અને મા સાથે બર્થડે કેક કટ કરી હતી.

જોકે આ પાર્ટીના કેટલાક વીડિયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિાયા પર વાયરલ થયા છે. પરંતુ એક વીડિયો એવો છે જેને ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે અને આ વીડિયો છે ભારતી સિંહનો ડાન્સ વીડિયો. ભારતીએ કપિલની બર્થડે પાર્ટીને ઘણી એન્જોય કરી અને શાનદાર ડાન્સ પણ કર્યો. ભારતી સિંહની સાથે વીડિયોમાં કીકૂ શારદા પણ નજરે આવી રહ્યો છે આ બન્ને ‘બેલી ડાન્સ’ કરતા નજરે આવી રહ્યા છે. જે ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કપિલની બર્થડે પાર્ટીમાં મીકા સિંહ અને ઋચા શર્માએ પણ જોરદાર પર્ફોર્મેન્સ માહોલ સંગીતમય કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન