Bharati Singh says something about Kapil Sharma's wife
  • Home
  • Entertainment
  • Bollywood
  • કપિલ શર્માની પત્ની વિશે ભારતી સિંહે કહી કંઈક આવી વાત, જણાવ્યું કે તે…!!!

કપિલ શર્માની પત્ની વિશે ભારતી સિંહે કહી કંઈક આવી વાત, જણાવ્યું કે તે…!!!

 | 12:58 pm IST

‘ધ કપિલ શર્મા શો’ એક કોમેડી શો છે જેણે લોકપ્રિયતાની ઉંચાઈઓને સ્પર્શી છે. કપિલે દર્શકોના હ્રદયમાં સ્થાન બનાવ્યું છે. તેની કોમેડી જ નહીં, પરંતુ તેની ટીમ સાથે બોન્ડિંગ પણ પ્રેક્ષકોને પસંદ આવે છે. હવે ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, ચંદન પ્રભાકર, સુમોના ચક્રવર્તી અને કિકુ શારદા તેમની ટીમમાં ભાગ લે છે. તે બધાં હંમેશાં કપિલનાં ઘરે જતાં હતાં અને સાથે સમય વિતાવતા હતા. કેટલીક વાર સ્ક્રીપ્ટ પર ચર્ચા થાય છે, તો ક્યારેક રિહર્સલ થાય છે, પરંતુ જ્યારે પણ મળીને આવે છે ત્યારે સારું વાતાવરણ સર્જાય છે. તાજેતરમાં જ ભારતીસિંહે કપિલના ઘરે પાર્ટીઓ અને ગિન્ની ચત્રથનાં વર્તન વિશે વાત કરી હતી.

ભારતીએ કહ્યું કે, ગિની કપિલ શર્મા શોની આખી ટીમની ખૂબ કાળજી લે છે. જ્યારે પણ અમે તેમના ઘરે જઈએ છીએ ત્યારે દરેક કાળજી ખાવા પીવા માટે લેવામાં આવે છે. ત્રણ રસોઈયા છે, પરંતુ તે પોતાની ગર્ભાવસ્થા હોવા છતા તે અમારી માટે જાતે રસોઈ તૈયાર કરે છે.

ભારતીએ કહ્યું કે, ‘ગિન્ની દરેકની પસંદગીનું ધ્યાન રાખે છે. જ્યારે પણ અમે ત્યાં જઇએ છીએ, ત્યારે અમને અલગ-અલગ વાનગીની રસોઈ જમાડે છે. ગિની પોતે આ બધું સંભાળે છે. તે ખૂબ જ ખુશ અને મનોહર છે. કપિલ વિશે વાત કરતાં ભારતીએ કહ્યું કે, ‘કપિલ એક મહાન વ્યક્તિ છે. દરેક જણ ખરાબ અને મુશ્કેલ સમયમાં પસાર થાય છે. પરંતુ હું ખુશ છું કે તેણે શાનદાર વાપસી કરી.

જાણાવી દઈએ કે ગિની ગર્ભવતી છે અને એવી અપેક્ષા છે કે ડિસેમ્બર સુધીમાં કપિલના ઘરે એક નાનો મહેમાન આવશે. ‘કપિલ શર્મા શો’ દરમિયાન ઘણી વખત કપિલ પિતા બનવાની ચર્ચા થતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન