bharti-airtel-deposited-an-additional-8004-crore-towards-agr-dues now 17,000 crore
  • Home
  • Business
  • એરટેલે ફરીથી ચુકવ્યા 8 હજાર કરોડ, હજી પણ આટલા અધધ કરોડ ચૂકવવાના બાકી

એરટેલે ફરીથી ચુકવ્યા 8 હજાર કરોડ, હજી પણ આટલા અધધ કરોડ ચૂકવવાના બાકી

 | 2:04 pm IST

એજીઆર પર થઇ રહેલા વિવાદની વચ્ચે ભારતી એરટેલે 8004 કરોડની બીજો હપ્તો જમા કર્યો છે. આ પહેલા કંપનીએ 10000 કરોડ રૂપિયા જમા કર્યા હતા. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ મુજબ, એરટેલ પર કુલ 35000 કરોડ રૂપિયા બાકી છે, એવામાં હવે એરટેલે 17000 કરોડ રૂપિયા ચૂકવવાના છે.

વોડાફોને પણ 17 ફેબ્રુઆરીએ 2500 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. વોડાફોન આઇડિયા પર 53000 કરોડનું એજીઆર બાકી છે. એરટેલ તરફથી જ્યારે પહેલા હપ્તાની ચુકવણી કરવામાં આવી હતી ત્યારે કંપનીએ કહ્યું હતુ કે તે સેલ્ફ અસેસમેન્ટ બાદ 17 માર્ચથી પહેલા સારી ચુકવણી કરી દેશે.

ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને એજીઆરને લઇને જે આંકડો આપ્યો છે. તે વધારે છે. તેમા લાયસન્સ ફી, સ્પેકટ્રમ ચાર્જ, ઇન્ટ્ર્સ્ટ અને પેનલ્ટી ખોટી રીતે કેલ્યુકેટ કરવામાં આવી છે. એવામાં આ કંપનીઓ ટેલિકોમ ટ્રિબ્યુનલ જવાનું મન બનાવી ચુકી છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ મુજબ, વોડાફોન, આઇડિયા પર 56709 કરોડનું બાકી છે. જ્યારે કંપનીના સેલ્ફ એસેસમેન્ટમાં આ રકમ 23000 કરોડ છે. એરટેલ પર 39723 કરોડની બાકી છે. પરંતુ કંપનીએ સેલ્ફ એસેસમેન્ટમાં આ રકમ 15000 હજાર કરોડ રૂપિયા છે. જ્યારે ટાટા ટેલિકોમ્યુનિકેશન પર 14819 કરોડ બાકી છે અને કંપનીના સેલ્ફ એસેસમેન્ટમાં આ રકમ 2197 કરોડ રૂપિયા છે.

આ પણ જુઓ : વડોદરાના કુખ્યાત ગોવા રબારી ફરી આવ્યા વિવાદમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન