NIFTY 10,096.40 +111.60  |  SENSEX 32,182.22 +348.23  |  USD 65.0800 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ટાટા ડોકોમોના ગ્રાહકો માટે આવી ગયા સૌથી મોટા સમાચાર, ટાટાને કહેવું પડશે બાય બાય

ટાટા ડોકોમોના ગ્રાહકો માટે આવી ગયા સૌથી મોટા સમાચાર, ટાટાને કહેવું પડશે બાય બાય

 | 6:20 pm IST

ટાટાના નવા બોસ એન.ચંદ્રશેખરને ખોટમાં ચાલી રહેલ પોતાના ટેલિકોમ બિઝનેસ માટે સમાધાન શોધી નાંખ્યું છે. ટાટા ટેલિસર્વિસીસ પોતાના વાયરલેસ મોબાઇલ બિઝનેસને સુનીલ ભારતી મિત્તલની કંપની ભારતી એરટેલને વેચશે. તેના માટે બંને કંપનીઓની વચ્ચે 4 મહિનાથી વાતચીત ચાલી રહી છે.

ટાટા ટેલિસર્વિસીસના અંદાજે 4 કરોડ ગ્રાહક પણ એરટેલને ટ્રાન્સફર થશે. ટાટા ટેલિસર્વિસીસની પાસે દેશના 19 સર્કલ્સમાં 800, 1800, 2100 મેગાહર્ટ્ઝ (3જી,4જી) બેન્ડમાં કુલ 180 મેગાહર્ટ્ઝ સ્પેકટ્રમ છે. ભારતી એરટેલ ટાટાના ફાઇબર ઑપ્ટિક નેટવર્કનો ઉપયોગ કરવા માટે પણ સોદા પર દસ્તાવેજ કરશે. ટાટા ટેલિસર્વિસીસ ખોટમાં ચાલી રહી હતી. તેને સ્પેક્ટ્રમ માટે 10000 કરોડ રૂપિયા અત્યારે ચૂકવવાના છે. કંપની પર દેવાનો ઘણો બોજ છે.

ટાટા ટેલિસર્વિસીસના પ્રસ્તાવો પર ભારતી બોર્ડમાં ચર્ચા ચાલી રહી છે. ગુરૂવારના રીત્રે આ અંગે ઔપચારિક જાહેરાત પણ થઇ શકે છે.

ટાટા ટેલિસર્વિસીસના વાયરલેસ મોબાઇલ બિઝનેસનું ભારતી એરટેલમાં મર્જર બાદ આ ગ્રાહકોની સંખ્યા અને રેવન્યુ માર્કેટ શેરના મામલામાં પણ વોડાફોન-આઇડિયાને પછાડીને દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની જશે. એરટેલની પાસે ભારતમાં અંદાજે 28 કરોડ મોબાઇલ ફોન યુઝર્સ છે.