- Home
- Entertainment
- Bollywood
- ડ્રગ્સ કેસ પછી આદિત્ય નારાયણની રિસેપ્શન પાર્ટીમાં ડાન્સ કરતા જોવા મળ્યા ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા

ડ્રગ્સ કેસ પછી આદિત્ય નારાયણની રિસેપ્શન પાર્ટીમાં ડાન્સ કરતા જોવા મળ્યા ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા

બોલિવૂડ અભિનેતા અને ગાયક આદિત્ય નારાયણ (Adity Narayan) લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે હાલમાં જ અભિનેત્રી શ્વેતા અગ્રવાલ(Shweta Agrawal) ની સાથે સાત ફેરા ફર્યા છે. લગ્ન પછી આદિત્ય નારાયણે મુંબઈમાં પોતાના નજીકના સંબંધીઓ અને મિત્રો માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ટીવી ઈન્ડસ્ટ્રીના કેટલાક સ્ટાર્સ પણ સામેલ થયા હતા. આદિત્ય નારાયણ (Adity Narayan) અને શ્વેતા અગ્રવાલ(Shweta Agrawal) ની રિસેપ્શન પાર્ટીમાં કોમેડિયન ભારતીસિંહ (Bharti Singh) પતિ હર્ષ લિંબાચિયા(Harsh Limbachiya) ની સાથે જોવા મળી હતી.
View this post on Instagram
ભારતી સિંહ(Bharti Singh) અને હર્ષ લિંબાચિયાની ડ્રગ્સ મામલામાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી હતી. તેમના ઘરેથી ગાંજો પણ મળી આવ્યો હતો. તેના પછી ભારતી સિંહ (Bharti Singh) અને હર્ષ લિંબાચિયા(Harsh Limbachiya) ની સોશિયલ મીડિયામાં ખુબ જ ટીકા કરવામાં આવી હતી. ડ્રગ્સ કેસ મામલામાં નામ સામે આવ્યા પછી ભારતી સિંહ (Bharti Singh) અને હર્ષ લિંબાચિયા(Harsh Limbachiya) આદિત્ય નારાયણની રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યા હતા. મામલા પછી પહેલી વખત સાર્વજનિક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.
રિસેપ્શન પાર્ટીમાં ભારતી વ્હાઈટ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. જ્યારે તેના પતિ હર્ષ લિંબાચિયા(Harsh Limbachiya) એ ડાર્ક બ્લૂ કલરનો સૂટ પહેર્યો હતો. બંને આ પાર્ટીમાં ખુબ જ નજરે પડી રહ્યા છે. એટલું જ નહીં ભારતી સિંહ (Bharti Singh) એટલી ખુશ દેખાઈ રહી છે કે તે ડાન્સ પણ કરી રહી છે. ભારતી સિંહ (Bharti Singh) અને હર્ષ લિંબાચિયા(Harsh Limbachiya) ના આ વીડિયોને વિરલ ભિયાનીએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યો છે.
ઉલ્લેખનિય છે કે ભારતી સિંહ (Bharti Singh) અને તેમના પતિ હર્ષ લિંબાચિયા(Harsh Limbachiya) ના ઘરે ગયા મહિને NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તેમના ઘરેથી 86.5 ગ્રાજો મળી આવ્યો હતો. જેના પછી ભારતી સિંહ (Bharti Singh) અને હર્ષ લિંબાચિયાની 21 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. બે દિવસ પછી બંનેને 15-15 હજાર રૂપિયાના બોન્ડ પર મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા જામીન આપવામા આવ્યા હતા.
જણાવી દઈએ કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત પછી NCBની કાર્યવાહી સતત ચાલુ છે. જેમાં અનેક સેલિબ્રિટીઓને ત્યાં રેડ કરવામાં આવી હતી. સાથે સાથે કેટલાક સેલિબ્રિટીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ મામલામાં અત્યાર સુધીમાં અભિનેતા અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપુર, રકુલ પ્રિત સિંહ, સારા અલી ખાન વગેરેની પૂછપરછ કરવામાં આવી હતી.
આ વીડિયો પણ જુઓઃ પંજાબના CM ગૃહમંત્રી અમિત શાહને મળ્યા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન