bharti-singh-on-bigg-boss-12-on-the-salman-khan-show-we-might-plan-our-baby
  • Home
  • Entertainment
  • bigg boss 12માં કોમેડિયન ભારતી સિંહ કરશે બેબી પ્લાન

bigg boss 12માં કોમેડિયન ભારતી સિંહ કરશે બેબી પ્લાન

 | 1:01 pm IST

દર્શકોને પેટ પકડીને હસાવતી કોમેડિયન ભારતી સિંહ તેના પતિ હર્ષ લીંબાચીયા સાથે bigg boss 12માં પ્રથમ સેલિબ્રીટી કપલ હશે. આ વાતની જાણકારી ખુદ સલમાન ખાને ગોવામાં યોજાયેલા બીગબોસ-12ના લૉન્ચ પ્રોગ્રામમાં આપી હતી.થોડા સમય પહેલા જ ભારતી સિંહે આ પ્રોગ્રામમાં તેની એન્ટ્રીને લઈને કેટલાક મજેદાર ખુલાસા કર્યા હતા.

ભારતીએ તેના ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે બીગ બોસમાં એન્ટ્રી કરવાથી હવે હું ઈન્ડીયાઝ ગોટ ટેલેન્ટમાં ભાગ નહી લઉ. આ શોને મે 4 વર્ષ આપ્યા છે. શો ના ત્રણેય જજ કરણ જોહર, મલાઈકા, કિરણ ખેર સાથે મારી સારી બોન્ડીંગ છે. એ શો છોડવો પડશે એ વાતથી જ અપસેટ છુ.

બીગ બોસમાં એન્ટ્રી પર ભારતીએ હસીને કહ્યુ કે હું ત્યા બેબી પ્લાન કરી શકીશ. ભારતી તેના આ શોને લઈને ખુબજ ખુશ છે. કેમકે અહી તે તેના પતિ સાથે સમય વિતાવી શકશે.કેમેરા સામે ખાનગી જીવન લાવવાની વાત પર ભારતી થોડી ડરેલી પણ છે. ભારતીએ કહ્યુ કે એક ખોટુ પગલુ તમારી ઇમેજ ખરાબ કરી શકે છે.ભારતીએ કહ્યુ કે મારા અને હર્ષ લીંબાચીયા સાથે આ પિકનીક ટાઈમ ગણાશે શોમાં અમે બંને સાથે હોવાથી ખુબજ મજા કરીશું.

સમાચાર મુજબ ભારતીને આ શો માટે એક અઠવાડિયાના 50 લાખ આપવામાં આવશે.ભારતીને 30 લાખ તો હર્ષને 15 લાખ આપવામાં આવશે. દર્શકોને ચોક્કસ ભારતીનો આ નવો અવતાર ગમશે જ.