Bharti Singh's 2015 tweet on goes viral, people are joking
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ધરપકડ પછી ભારતીસિંહનું એક ટ્વિટ થયું વાયરલ, યૂઝર્સે કહ્યું – ‘માલ ફૂંકીને ટ્વિટ કર્યું હતું કે શું’

ધરપકડ પછી ભારતીસિંહનું એક ટ્વિટ થયું વાયરલ, યૂઝર્સે કહ્યું – ‘માલ ફૂંકીને ટ્વિટ કર્યું હતું કે શું’

 | 11:52 am IST

ડ્રગ્સ મામલામાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા કોમેડિયન ભારતીસિંહ(Bharti Singh|)ની ધરપકડથી લોકોને ઝટકો લાગ્યો છે. સમાચારમાં ચાલી રહેલી આ ચર્ચા અને સમાચારની વચ્ચે હવે ભારતીનું એક જુનુ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટ 2015નું છે જેમાં ભારતીએ લોકોને ડ્રગ્સના લેવાની અપીલ કરી હતી. ભારતીનું આ ટ્વિટ હવે તેને પોતાને જ ભારે પડી રહ્યું છે.

ભારતીએ 2015માં ટ્વિટ કરીને કહ્યું હતું કે મહેરબાનીકરીને દરેક લોકો ડ્રગ્સ લેવાનું બંધ કરો. તે તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ છે. તેમના ટ્વિટ ઉપર યૂઝર્સ ભારતીની જોરદાર મજાક બનાવી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યુ હતું કે 5 વર્ષ પહેલા ભારતીસિંહ(Bharti Singh|) ડ્રગ્સ ઉપર જ્ઞાત આપતી હતી. તો બીજા યુઝરે લખ્યુ હતું કે આ ટ્વિટ સાબિત કરે છે કે ભારતીસિંર સાચે કોમેડિયન છે. મસ્ત જોક માર્યો છે. તો વધુ એક યુઝરે લખ્યું છે કે આ ટ્વિટ પણ માલ ફૂંકીને કર્યુ હતું કે શું ?

આવી રીતે કેટલાક લોકો ભારતીને તેના ટ્વિટને લઈને નિશાન સાધી રહ્યા છે. મજાક ઉડાવી રહ્યા છે. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે પણ ડ્રગ્સ મામલામાં ભારતીની ધરપકડને લઈને પોતાનો મત રજૂ કર્યો હતો. તેણે કહ્યું કે શું જરૂરિયા છે આવા નશા કરવાની. ડ્રગ્સ વગર, નશો કર્યા વગર કોમેડી નથી થઈ શકતી ? હું તેના લગ્નમા ગયો હતો. જ્યાં ડાન્સ થઈ રહ્યો હતો. કોમેડી થઈ રહી હતી. અમને તો લાગ્યું કે લગ્નની ખુશીમાં આખી રાત ડાન્સ કરી રહ્યા છે. એનર્જી આવી રહી છે. પરંતુ હવે ખબર પડી કે એ પ્રકારની હરકતો કેમ થતી હતી.

શનિવારે એનસીબીએ મુંબઈમાં 3 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. ભારતી અને તેમના પતિ હર્ષ લિંબાચીયાના ઘરે રેડ કરવામાં આવી હતી. જેના પછી ભારતીસિંહ અને તેમના પતિ હર્ષને એનસીબીએ સમન્સ પાઠવ્યું હતું. અને પૂછપરછ પછી બંનેની ધરપકડ કરવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓઃ સુરતના અઠવાઝોનમાં કોરોના સંક્રમણ વધ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન