વડોદરા: શાળાના શૌચાલયમાં વિદ્યાર્થીની ક્રૂર હત્યા, બેગમાંથી મળ્યા તીક્ષ્ણ હથિયાર - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરા: શાળાના શૌચાલયમાં વિદ્યાર્થીની ક્રૂર હત્યા, બેગમાંથી મળ્યા તીક્ષ્ણ હથિયાર

વડોદરા: શાળાના શૌચાલયમાં વિદ્યાર્થીની ક્રૂર હત્યા, બેગમાંથી મળ્યા તીક્ષ્ણ હથિયાર

 | 2:10 pm IST

સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં શિક્ષણ જગતને કલંક લગાડતો બનાવ સામે આવ્યો છે. બરાનપુરમાં આવેલી ભારતી વિદ્યાલયમાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા ઘાતકી રીતે હત્યા કરી દેવાઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્કૂલમાં જ બે વિદ્યાર્થી વચ્ચે થયેલા ઝઘડામાં વિદ્યાર્થીની હત્યા થઈ છે. હત્યા બાદ લાશને બાથરૂમમાં નાખી દેવામાં આવી હતી. આ હત્યાના પગલે હાલ વડોદરામાં ચકચાર મચી છે. પોલીસ અને એફએસએલ ટીમ દ્વારા હાલ તપાસ હાથ ધરાઈ છે.

બનાવ મુજબ બરાનપુરામાં આવેલા ભારતી વિદ્યાલયમાં 9માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીની હત્યા કરી દેવાઈ છે. મૃતક વિદ્યાર્થીનો ધોરણ 10ના કોઈ વિદ્યાર્થી સાથે ઝગડો થયો હોવાનું કહેવાય છે. શાળાના બાથરૂમમાં ચપ્પૂના ઘા મારેલો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે હાલ શાળાબેગ કબ્જે કરી છે.

શાળામાં આવા ઘાતકી હથિયારો બાળકો પાસે કેવી રીતે આવ્યાં તે એક મોટો સવાલ છે. હાલ શાળાના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. સહવિદ્યાર્થીએ જ હત્યા કરી હોવાની હાલ શંકા સેવાઈ રહી છે. ઝગડા બાદ આ હત્યા કરી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. હત્યારો વિદ્યાર્થી હાલ ફરાર છે.