bharuch and amreli the parents got angry and locked the school in gujarat
  • Home
  • Gujarat
  • વાલીઓને આવ્યો ગુસ્સો અને શાળાને કરી તાળાબંધી, કારણ જાણી રહેશો દંગ

વાલીઓને આવ્યો ગુસ્સો અને શાળાને કરી તાળાબંધી, કારણ જાણી રહેશો દંગ

 | 9:03 pm IST

ભરૂચના ત્રાલસા ગામે વેલી સરકારી પ્રાથમિક શાળામાં આજે તાળાબંધી કરવામાં આવી હતી. શાળામાં શિક્ષકો અનિયમિત આવતા હોવાથી વિદ્યાર્થીઓના વાલીઓ અને ગામ લોકોએ તાળાબંધી કરી હતી.

ઉલ્લેખનિય છે કે ત્રાલસા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકો અનિયમિત આવતા હોવાથી વિદ્યાર્થીઓનાં શિક્ષણ ઉપર અસર વર્તાઈ રહી હતી. જેના પગલે આજરોજ વાલીઓએ તાળાબંધી કરવાનું નક્કી કર્યું હતું. અને વાલીઓ આજે શાળા શરૂ થવાના સમયે સ્કૂલ ઉપર પહોંચ્યા હતા. જ્યાં શિક્ષકો નહીં દેખાતા શાળાને તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો.

તેમજ અમરેલીના ધારી તાલુકાના ગરમલી ગામે લોકોએ પણ સ્કૂલની તાળાબંધી કરી હતી. સ્કૂલ દ્વારા ધોરણ 7 અને 8 બંધ કરાતા વાલીઓમાં રોષ જાગ્યો હતો. આથી ઉશ્કેરાયેલા વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા. તેમજ સમગ્ર સ્કૂલને જ તાળાબંધી કરી હતી. ધોરણ 7 અને 8 સંપૂર્ણપણે બંધ કરાતા અનેક વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. હવે તંત્ર આ ઘટનાથી વિવાદનો અંત જલ્દી લાવે તેવું વિદ્યાર્થીઓ ઇચ્છી રહ્યાં છે.