ભરૂચના યુવકે ઓનલાઇન મંગાવ્યો મોબાઇલ અને કંપનીએ મોકલી ‘આ’ વસ્તું - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ભરૂચના યુવકે ઓનલાઇન મંગાવ્યો મોબાઇલ અને કંપનીએ મોકલી ‘આ’ વસ્તું

ભરૂચના યુવકે ઓનલાઇન મંગાવ્યો મોબાઇલ અને કંપનીએ મોકલી ‘આ’ વસ્તું

 | 5:47 pm IST

ભરૂચમાં રહેતા અને સુરતમાં ઓફિસ ધરાવતા વકીલ ઓનલાઇન મોબાઇલ ખરીદી કરવામાં છેતરાયા હતા. e bay નામની ઓનલાઇન કંપનીમાં મોબાઇલનો ઓર્ડર આપ્યો તો કુરિયરમાં આવેલા પાર્સલમાંથી પુસ્તકો નીકળ્યા હતા. ર૬,૬૦૦ની ચીટિંગનો ભોગ બનેલા વકીલે સલાબતપુરા પોલીસમાં ચીટિંગની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ભરૂચમાં ઝાડેશ્વર રોડ પર તુલસીધામ ખાતે શંકરપાર્ક સોસાયટીમાં રહેતા કરણ જયેશકુમાર સુકાવાલા (૨૪) વકીલ છે. સલાબતપુરામાં અજંતા શોપિંગ સેન્ટરમાં તેમની ઓફિસ આવેલી છે. દરમિયાન ઓનલાઇન શોપિંગમાં મોબાઇલ સસ્તો પડશે એવી ધારણા સાથે તેમણે ઈ-મ્છરૂ નામની ઓનલાઇન કંપની પર સર્ચ કરી કંપનીના સેલર વિશાલ અગ્રવાલના મોબાઇલ નંબર પર કોલ કરી ૩ એન્ડ્રોઇડ મોબાઇલની ખરીદીના ઓર્ડર આપ્યા હતા. અગ્રવાલ સાથે વોટ્સએપ ચેટિંગ થકી રેટ મેળવ્યા બાદ ૨ મોબાઇલના રૂ. ૨૬,૬૦૦ પેટીએમ વોલેટથી ચૂકવી આપ્યા હતા.

દરમિયાન પેમેન્ટની ચૂકવણી બાદ કુરિયર મારફતે પાર્સલ આવ્યું તો પાર્સલમાં મોબાઇલની જગ્યાએ બુક્સ નીકળતા વકીલ ચોંકી ગયા હતા. ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટની માહિતી આપતી બુક્સ હોય વકીલ સુકાવાલાએ સોશિયલ મીડિયાથી અગ્રવાલનો સંપર્ક કર્યા તો તેને ઉડાવ જવાબ આપી ધાક-ધમકી આપી હતી. આખરે છેતરપિંડીનો ભોગ બનેલા વકીલે ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસે આઇટી એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં વિશાલ અગ્રવાલ જે સેલ નંબર પરથી સંપર્ક કરતો હતો તે નંબર ઝારખંડનો હોવાનું બહાર આવ્યું હતું. આ કેસની વધુ તપાસ ઇન્સ્પેક્ટર વનાર કરી રહ્યા છે.